ત્રણ દુકાનોનું ભાડુ 500માંથી 35 હજાર કરાશે: 14માંથી 13 દરખાસ્તોને બહાલી: સમિતિના બધા સભ્યો, શાળા અધિકારીઓની ઉપસ્થિતિ
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કારોબારી સમિતિની બેઠકમાં સમિતિના બધા સભ્યો એટલે કે નવે નવ સભ્યો હાજર રહ્યા હતા અને તમામ શાળા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
યોજાયેલ આ કારોબારી સમિતિમાં 2,17,89,944 (બે કરોડ સતર લાખ નેવ્યાસી હજાર નવસો ચુમાલીસ) રૂપીયાના વિકાસ લક્ષી કાર્યોને બહાલી આપવામાં આવેલ હતી. આ બેઠકમાં એજન્ડાના 11 જેટલા મુદાઓનો સમાવેશ કરાયો હતો.
અધ્યક્ષ સ્થાનેથી સદરમાં પશુ દવાખાનાની જગ્યામાંદબાણ, પંચાયત કચેરી કેમ્પસમાં ભાડે અપાયેલી ત્રણ દુકાનોનું ભાડુ વધારી 35 હજાર કરવા સહિતની દરખાસ્તો મૂકવામાં આવી હતી. આમ કુલ 14 મુદામાંથી 13 જેટલા મુદાઓને બહાલી આપવામાં આવી હતી. મુદા નં.8 કે જેમાં દેવપરી-વનાળા સોમપીપળીયા તા.વિંછીયામાં ક્ધટ્રકશન ઓફ ગ્રામ પંચાયત ઓફિસ બિલ્ડીંગના કામો સુચવાયા છે તે મુદો હાલ સ્થગીત રખાયો હતો.કારોબારી સમિતિની મળેલ આ બેઠકમાં કારોબારી સમિતિના ચેરમેન સહદેવસિંહ જાડેજા સહિતના નવે-નવ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત શાળા અધિકારીઓને જિલ્લા વિકાસ અધિકારી દેવચૌધરીની હાજરીમાં, કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ શાળા કામગીરીની પૃચ્છા કરી જરૂરી સુચનાઓ આપી હતી.
હવે અધિકારીઓ કર્મચારીઓ ‘ગુટલી’ નહી મારી શકે
જિલ્લા પંચાયત રાજકોટની મળેલ કારોબારી કમીટીમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિત તમામ શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત શાળા અધિકારીઓને જિલ્લા પંચાયતના કારોબારી સમિતિ ચેરમેન સહદેવસિંહ જાડેજાએ પૃચ્છા કરી જરૂરી સુચનાઓ આપી હતી.
હવે તમામ શાળા અધિકારીઓ અને જેતે શાળાના કર્મચારીઓએ મુમેન્ટ રજીસ્ટર નિભાવવા અને નોકરીએ આવતા જતા અને ઓફિસ કામે જવા-આવવા સહિતની તમામ નોંધ ફરજીયાત પણે આ મુમેન્ટ રજીસ્ટરમાં નોંધવા તાકીદ કરી હતી અને કયારેય પણ સરપ્રાઈઝ ચેકીંગ કરવાની ગર્ભીત ચિમકી ઉચ્ચારી હતી. જોકે આમ કરવામાં સફળતા મળશે તો હવે શાળા અધિકારીઓ કે કર્મચારીઓને ‘ગુટલી’ મારવાનું મુશ્કેલ બનશે તેમ ચર્ચાતું હતુ.