સપ્લીમેન્ટરી ભરોને પાસિંગ માર્ક મેળવો: ઐશ્વર્યા રાય અને રાની મુખરજી વિશે લખ્યું તો ય રાજકોટનો પપ્પુ પાસ થઈ ગયો?!!!
કહેતા ભી દીવાના… સુનતા ભી દીવાના… સપ્લીમેન્ટરી ભરો અને પાસીંગ માર્ક મેળવો. ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને રાની મુખરજી વિશે પેપરમાં લખ્યું તો ય રાજકોટનો પપ્પુ પાસ થઈ ગયો ? જી હા આ સાચી વાત છે. પરંતુ અહીં આશ્ર્ચર્યની વાત એ છે કે, લખનાર પરીક્ષાર્થીએ કદાચ દલા તરવાડીની વાર્તા પેપરમાં લખી હોય આમ છતાં પેપર ચેક કરનાર વ્યક્તિની એ જવાબદારી બને છે કે, પરીક્ષાર્થીએ સપ્લીમેન્ટરીમાં શું લખ્યું છે તે બરાબર ચેક કરે. ત્યારબાદ માપદંડ અનુસાર માર્ક આપે. પરંતુ અહીં તો ઉલ્ટી ગંગા જેવો ઘાટ ઘડાયો છે. અહીં પ્રશ્ર્ન એ ઉઠે છે કે, શું પેપર ચેકર પણ ઐશ્વર્યા રાય અને રાની મુખરજી જેવી બોલીવુડ અભિનેત્રી વિશેની ફેન્ટસીમાં ખોવાઈ ગયા હતા?પરીક્ષાર્થીએ કદાચ એવુ ધારી લીધું હશે કે માત્રને માત્ર સપ્લીમેન્ટરી ભરી દેવાથી પેપર ચેકર માર્ક આપી દેશે. જો કે આ પરીક્ષાર્થી નાપાસ નથી થયો તેને ૩૬ માર્કસ એટલે કે, પાસીંગ માર્ક આવી ગયા છે. વાત જાણે એમ છે કે, ધો.૧૨ના ઈકોનોમિકસના પેપરમાં રાજકોટના પપ્પુએ પેપરમાં ‚પ‚પના અંબાર જેવી બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને રાની મુખરજી વિશે ફેન્ટસી લખી હતી. પરંતુ કોઈ અકળ કારણોસર પેપર ચેકરે પરીક્ષાર્થીએ શું લખ્યું છે તે વાચવાની તસ્દી લીધા વિના જ પાસીંગ માર્ક આપી દીધા. આશ્ર્ચર્યની વાત છે કે, પરીક્ષાર્થીએ પેપરમાં પોર્નોગ્રાફી વિશે પણ લખ્યું છે. આવી ગંભીર ભૂલ બહાર આવતા ઉત્તરવહી ચેક કરનાર પેપર ચેકરને રૂ. ૧૦૦૦નો દંડ પણ ફટકારાયો છે. ધ્યાનથી ફરીથી આ પેપર ચેક કરાતા વિદ્યાર્થીના માત્ર ૧૪ માર્કના જ ઉત્તર સાચા હતા. આથી પાસીંગ માર્ક ૩૬ માંથી ૨૨ માર્કસ કાપીને માત્ર ૧૪ માર્ક અપાયા છે. આથી કહી શકાય કે, કહેતા ભી દિવાના, સુનતા ભી દિવાના.ગુજરાત સેક્ધડરી એન્ડ હાયર સેક્ધડરી એજયુકેશન બોર્ડના વાઈસ ચેરમેન આર.આર.ઠાકરે જણાવ્યું હતું કે, ધો.૧૨ની સામાન્ય પ્રવાહમાં આશરે ૧૦૦૦ શિક્ષકોને ઉત્તરવહી ચેક કરવા માટે રોકવામાં આવ્યા છે. તેઓ લાયકાત ધરાવતા પેપર ચેકર છે. અગર તેમની ભૂલ હોય તો ફાઈન કરવામાં આવે છે.