રાજકોટનાં હેમુ ગઢવી હોલમાં આજે ભાજપ અગ્રણી જીલ્લા કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં ભાજપના તમામ આગેવાનો સહીતની કાર્યકર્તાઓ ઉ૫સ્થિત રહ્યા હતા. જેમાં ભાજપ દ્વારા યોજાયેલ કારોબારી બેઠકમાં ગુજરાત સરકાર દ્વારા થયેલ વિકાસ કાર્યોને લોકો સુધી પહોચાડવા તથા કેન્દ્રના રાજકીય પ્રસ્તાવ અને વિકાસ કાર્યોને પણ લોકો સુધી અવગત કરવા કાર્યોકરોને આહવાન કર્યુ હતું.ચુંટણી આવી રહી હોય ત્યારે ભાજપે ૧૫૦ ઉપર સીટ મેળવવા એકતા યાત્રાનું આયોજન કરાયું છે જેમાં ઓકટોમ્બર માસથી બે રૂટમાં એકતા યાત્રા યોજાશે. જેમાં ભાજપે પાટીદારોને સાથે રાખી એકતા યાત્રા શરુ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં પોરબંદરથી જીતુ વાઘાણી એકતા યાત્રાનો પ્રારંભ કરાશે ઉ૫રાંત કરમસદથી નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ એકતા યાત્રાનો પ્રારંભ કરાવશે. આમ ભાજપ પક્ષ દ્વારા ચુંટણીના બ્યુગલ વગાડાની શરુઆત કરી કાર્યકર્તાઓને કામે લાગી જઇ આગામી ચુંટણીમાં સારો દેખાવ કરવા આહવાન કર્યુ હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા