- દારૂ પી અપશબ્દ બોલતા છોકરાઓને સમજાવવા જતા કોળી જૂથ્થે તલવાર, ધોકા અને પાઇપથી હુમલો કર્યો
- બુલેટ લઇને પસાર થતા યુવાનને ટ્રેકટર આડુ ઉભું હોવાથી ઝઘડો થયાનો ભરવાડ જૂથ્થનો આક્ષેપ
- સમી સાંજે સશસ્ત્ર અથડામણ થતાં નાસભાગ મચી ગઇ: પોલીસે 25 શખ્સો સામે ગુનો નોંધી 20ની ધરપકડ કરી
કુવાડવા રોડ પર આવેલા નવાગામ ખાતે રહેતા કોળી અને ભરવાડ જૂથ્થ વચ્ચે નજીવી બાબતે સશસ્ત્ર અથડામણ થતાં નાસબાગ મચી ગઇ હતી. તલવાર, ધોકા અને પાઇપથી સામસામે હુમલો તથા 15 જેટલી વ્યક્તિઓ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે 25 શખ્સો સામે ગુનો નોંધી 20 શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નવાગામ આણંદપર રહેતા અને ટ્રાન્સપોર્ટનું કામ કરતા રાહુલભાઇ ભગુભાઇ સભાડ નામના યુવાને તેના જ ગામના રમેશ વશરામ શેખ, કિશન મોહન ઓળકીયા, વિનોદ વશરામ શેખ, દિલીપ નાથા જોગરાણા, ખોડા નરશી ચૌહાણ, મનિષ મનસુખ સદાડીયા, વિક્રમ વિનુ કાગડીયા, લાધા ઉર્ફે યોગેશ બચુ ડાભી, વિલુપ લાખા ધોરીયા, કમલેશ મહાદેવ અઘારા, લાલજી વશરામ શેખ અને જીજ્ઞેશ લાખા ધોરીયાએ તલવાર, પાઇપ અને ધોકાથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાહુલભાઇ સભાડના ઘર પાસે કોળી જૂથ્થના ત્રણ યુવાનો ગાળો બોલતા હોવાથી તેને સમજાવવા જતા હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જયારે વિનોદભાઇ વશરામભાઇ શેખે તેના જ ગામના ગોપાલ વનાભાઇ કીહલા, વનાભાઇ વજાભાઇ શિયાળ, હાર્દિક ચોહલા, રાજેશ ખેંગાર ભરવાડ, મનોજ જીના ચોહલા, રાહુલ ભગુ સભાડ, જગા પોપટ સભાડ, વિજય અરજણ સભાડ, કરણ ભરત જોગરાણા, કાના રાણા સભાડ, સીમા ગભુ સિંધવ, સંગ્રામ સભાડ અને અજય ભરવાડ નામના શખ્સોએ તલવાર, ધોકા અને પાઇપથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી ગોપાલ ભરવાડ બુલેટ લઇને પસાર થતો હતો ત્યારે વિપુલ પોતાનું ટ્રેકટર રિવર્સમાં લેતો હોવાથી ગોપાલ ભરવાડે ટ્રેકટર સાઇડમાં લેવાનું કહેતા ઝઘડો થયાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી 20 શખ્સોની ધરપકડ કરી પાંચ શખ્સોની શોધખોળ હાથધરી છે.