વિરમગામ તાલુકાના થોરીથોભા ગામની સીમમાં આવેલા ખેતરમાં ગ્રામ્ય પોલીસે દરોડો પાડયો હતો, ત્યારે રૂ. 5.10 લાખની કિંમતનો 1530 બોટલ દારૂનો જંગી જથ્થો પોલીસના હાથમાં આપ્યો હતો. તમામ જથ્થો કબ્જે કરી પોલીસે બુટલેગરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.વિરમગામ ગ્રામ્ય પોલીસ સબ ઈન્સપેકટર હતા તે દરમિયાન બાતમી મળી હતી. થોરીથોભા ગામ તરફ જતી માઈનોર કેનાલની બાજુમાં આવેલા પાર્થરાજસિંહ ઝાલાના ખેતરમાં બોરની ઓરડીમાં દારૂનો જથ્થો પડયો છે.
પાર્થરાજસિંહ તથા બહાદુરસિંહ ઉર્ફે બીટીઝીલા (રહે. કરકથળ) વિદેશી દારૂનો જથ્થો લાવી વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો ત્યારે દારૂની નાની મોટી 1530 બોટલ મળી હતી. તેની કિંમત રૂ. 5.10 લાખ થાય છે. આ તમામ મુદ્દામાલ કબ્જે કરી ગુનો રજુ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવમાં આરોપી સ્થળ ઉપર હાજર નહી મળી આવતા તેની વિરૂદ્ધ આગળની કાર્યવાહી પોલીસે સબ ઈન્સ્પેક્ટર આર. જી. ઝાલાએ હાથ ધરી છે.