પહેલો વરસાદ પરિવાર પર કાળ બની ત્રાટક્યો : બે પુત્ર અને પુત્રવધુના મોતથી પરિવારમાં કલ્પાંત

હળવદ તાલુકાના સુંદરી ભવાની ગામ માં ગઈ કાલે બોપર ના વાતાવરણ પલટો થતા ધોધમાર વરસાદ પડયો હતો જેમાં પવનના સુસવાટાને કારણે એક દીવાલ ધરાશાયી થતા તેના કાટમાળ નીચે પરિવારના બે પુત્રો અને પુત્રવધુ નીચે દબાઇ જતા બંનેના કરૂણ મોત નિપજ્યા હતા ગામમાં અરેરાટી વ્યાપી છે.

આજે સમગ્ર મોરબી જિલ્લામાં મેઘ વરસ્યા છે ત્યારે એક બાજુ ખેડૂતો અને લોકોને હાશકારો થયો છે પણ સાથે જ હળવદના સુંદરિભવાની ગામે દેગામા પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું છે .જેમાં હળવદના સુંદરીભવાની ગામે રહેતા વાઘજીભાઈ ગફિલભાઈ દેગામા પોતાના ભાઈ શૈલાભાઈ ગફિલભાઈ દેગામા અને પત્ની રાજુબેન વાઘજીભાઈ દેગામા સાથે પોતાની વાડીએ હતા તે દરમિયાન વરસાદને કારણે અચાનક દીવાલ ઘસી પડતા ત્રણે લોકો દિવાલના કાટમાળ હેઠળ દબાઈ જતા ત્રણેના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજયા હતા જેથી મૃતદેહને સરકારી હોસ્પિટલે પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.