ધ્રોલના રાજકોટ–જામનગર હાઈવે પર જાયવાના પાટીયા બનેલો અકસ્માતનો બનાવ પૈસાદાર બાપના નબીરાના લીધે બે માસુમ દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
ધ્રોલના રાજકોટ–જામનગર હાઈવે પર જાયવાના પાટીયા પાસે મોટર સાયકલની હરીફાઈ કરતા નબીરાના લીધે આજે રવિવારે બે પુત્રીના પિતા એવા ખેડુતનું બાઈક રેસરે ભોગ લેતા ધટતા સ્થળેજ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ અને ધટના સ્થળે પોલીસ દોડી જઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
મળતા અહેવાલો મુજબ ધ્રોલ તાલુકાના જાયવા ગામે રહેતા ૪૭ વર્ષના ખેડુત શાંતીભાઈ નરશીભાઈ મુંગરા આજે સવારે જાયવાથી પોતાની વાડીએ ધરે જતી વખતે એકટીવામાં જતા હતા તે સમયે જાયવાના પાટીયા પાસે રાજકોટ–જામનગર હાઈવે ક્રોસ કરતા સમયે બાઈકની રેસ લગાડતા એક નબીરાએ આ ખેડુતને હડફેટે લેતા ૧૫ થી ૨૦ ફુટ ફુટબોલની જેમ ફગોળતા શાંતિભાઈ મુંગરાનું ધટના સ્થળેજ મોત નિપજયુ હતુ
મળતા અહેવાલો મુજબ જાયવા ગામના શાંતિભાઈ મુંગરા ખેડુત પોતે ખેડૂત હતા અને તેમના પરીવારમાં માત્ર બે દિકરીઓ જ હતી રવિવાર ગોજારો બનતા બે દિકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને આ બનાવથી જાયવા ગામમાં શોકનું વાતાવરણ છવાયુ છે.
રાજકોટ–જામનગર વચ્ચે છેલ્લા ધણા સમયથી દર રવિવારે પૈસાદાર બાપના નબીરાઓ મોટર સાયકલની સ્પર્ધા નિયમીત કરે છે અને ધુમ સ્ટાઈલથી બેફામ મોટર સાયકલ ચલાવીને દર રવિવારે મોટી સંખ્યામાં બાઈકની રેસ લગાડતા હોય તે વચ્ચે આજે રવિવારે આ બાઈક રેસના લીધે જાયવા ગામના ખેડુતનો ભોગ લેવાથી રોષ જોવા મળી રહયો છે અને આ બાઈકની રેસ લગાડતા નબીરાઓ સામે પોલીસ લાલ આંખ કરીને કડક પગલા ભરવા માંગણી ઉઠી છે.