અત્યાર સુધીમાં 1400 ગાય, ભેસ નિ:શુલ્ક રસી આપી
ગૌ ધન, ભેંસમાં લમ્પી સ્કીનનો રોગ શરૂ થયો છે. સારવાર કરવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. આ રોગથી કોઈપણ વ્યકિતને ડરવાની જરૂરી નથી કારણ કે આ રોગ માત્ર પશુઓમાં જ જોવા મળે છે. લમ્પી સ્કીન ડીસીઝ એ એક ગંભીર રોગ થઈ શકે (જો પુરતી સારવાર ન મળે તો) તે પ્રકારનો વાયરલ રોગ છે. જે ગાય અને ભેંસમાં વધુ જોવા મળે છે. આ રોગનો ફેલાવો ખાસ કરીને પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે જે પશુને આ રોગ થયો છે તે બીજા પશુઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે ખાસ કરીને જંતુઓ અને મચ્છરથી વધુ ફેલાવો થાય છે.
આ રોગના મુખ્ય લક્ષ્ણો ચામડીમાં ગાંઠ થવી. ઉચ્ચ તાવ આવવો, નબળાઈ આવવી, પશુઓ ખાવા-પીવાનું છોડી દેવું. લાળ પડવી, ચામડી પર અલ્સર પડવા. આ રોગને નિયંત્રણમાં લાવવા માટે ઈન્ફેકશન થઈ ગયું તેવા પશુઓને અલગ કરવા અને તુરંત જ પશુ ડોકટરનો સંપર્ક કરીને સારવાર કરાવવી. રાજકોટમાં રસ્તે રઝડતા, નિરાધાર પશુઓમાં તેમજ ગૌ શાળા , પાંજરાપોળમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તુરંત જ અર્હમ યુવા સેવા ગ્રુપ અને શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઈન ,રાજકોટ (મો.9898 0 19059 / મો. 98989 94 954) પર સંપર્ક કરવાથી રાજકોટમાં નિ:શુલ્ક તબીબી સારવાર મળશે. અથવા ગુજરાત સરકારની કરૂણા એમ્બ્યુલન્સ નાં ટ્રોલ ફી નં. 1962 પર સંપર્ક કરી શકાશે. અથવા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરીને આ પ્રકારના રોગની આપની આસપાસ રસ્તે-રઝડતા પશુઓની સારવાર કરાવવી. અત્યાર સુધીમાં એનિમલ હેલ્પલાઈન દ્વારા શેની એનિમલ હેલ્પલાઈન, શ્રીજી ગૌશાળા , સદભાવના બળદ આશ્રમ , કામધેનુ ગૌશાળા , વિશ્વનીડમ ગુરુકુલમ્ ઈશ્વરીયા , વિજયાવંત ગૌ શાળા , કામધેનુ ગૌશાળા કોઠારીયા , મામાપીર ગૌશાળા કોઠારીયા , બટુક મહારાજ ગૌશાળા , ગાયત્રી આશ્રમ રતનપર , રામચરિત ગૌશાળા રતનપર , ચંદ્ર મોલેશ્વર ગૌશાળા , ઓમ શાંતિ ગૌશાળા , નંદિની ગૌશાળા , સુરભિ સંપદા ગૌ શાળા જેવી ગૌ શાળાઓમાં ગાય અને ભેંસને 1400થી વધુ લમ્પી રોગની નિ:શુલ્ક રસી મુકાવવામાં આવી છે. અર્હમ યુવા સેવા ગ્રુપ અનેકરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન, રાજકોટ ના આ ભગીરથ કાર્યમાં રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબનાં સતત આશીર્વાદ મળી રહ્યા છે.લમ્પી વાયરસ અંગે સારવાર કરાવવા અર્હમ યુવા સેવા ગ્રુપ અનેશ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટએનીમલ હેલ્પલાઈન, રાજકોટ મો.98980 19059 / મો. 9898994954 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.