1996માં બનેલી સુચિત સોસાયટીના પ્લોટ હોલ્ડર પાસેથી સસ્તામાં પ્લોટ પડાવી બીન ખેતી કરાવવાનો બિલ્ડર અને મળતીયાનો ખેલ ઉંધો વળ્યો
મોરબી રોડ પરની અર્જુન પાર્ક સુચિત સોસાયટીની કેટલીક જમીન બીન ખેતી કરાવી માથાભારે અને બિલ્ડરે સાંઠગાંઠ રચી બીન ખેતી કર્યા વિનાના 40 પ્લોટ સસ્તામાં હડપ કરવાના રચાયેલા કારસા અંગે 2020માં બે શખ્સો સામે ગુનો નોંધાયા બાદ ફરી જમીનના મુળ ખાતેદાર અને પ્રયોજક તરીકે સહી કરનાર સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. સુચિત સોસાયટીના 40 જેટલા બીન ખેતી ન થયેલા પ્લોટ ફરી ખરીદ કરવા માટે પ્લોટ હોલ્ડરોને ધમકી આપવાનું શરૂ થતાં છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન પોલીસમાં પાંચ જેટલી અરજી કરી નવ જેટલા શખ્સોની સંડોવણી અંગેના આપેક્ષ કરવામાં આવ્યા છે.
બે વર્ષ પહેલાં પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી બિલ્ડરને બચાવ્યા બાદ ફરી મુળ ખાતેદાર અને પ્રયોજક સામે ગુનો નોંધી બિલ્ડરને છાવર્યાના આક્ષેપ
શહેરના સામા કાંઠે આવેલ રણછોડ નગરમા રહેતા દીપાબેન હસમુખભાઈ પીઠડીયા ની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે અરજન પરષોતમ બાસીડા અને સુચિત સોસાયટીનો પ્રયોજક યુનિસ જૂનેજા સામે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મોરબી રોડ ઉપર જકાત નાકાથી આગળ રેવન્યું સર્વે નબર 502 પૈકી 1,2 અને 3 ખેતીની જમીન આરોપી અરજણ બાસીડાની હોય તેણે 1999ની સાલમાં અર્જુન પાર્ક હા. સો.લી. (સુચીત) નામથી પ્લોટો પાડ્યા હતા.જે પ્લોટ પસંદ પડતા તેવો 183.3 ચો.વા.નો 19 નંબરનો પ્લોટ ખરીદ કર્યો હતો. જેની અવેજ પણ તેણે ચુકવી હતી. આથી આરોપીએ સોસાયટીના લેટરપેડ હેઠળનું પ્રમામ પત્ર અને શેર ભંડોળ ચુકવેલ પહોચો શેર સર્ટીફીકેટ કે જે તમામ સોસાયટીના લેટર પેડ ઉપર આપેલું હતું. જે તમામમાં પ્રયોજક મંત્રી તરીકે આરોપી યુનુસ જુણેજાના નામથી સિંહઓ કરેલી હતી.
આવી જ રીતે અન્ય પ્લોટ ધારક વલ્લભભાઈ હિરપરા, મહેશ બરાભીયા, વર્ષાબેન રંગાણી, રઘુ ભરવાડ, ગોવીંદ ભરવાડ, તળાઁ રંગાણી, રમેશ દેત્રોજા અને ઠાકરથી પીપળીયાએ પ્લોટ ખરીદ્યા હોય પ્લોટનો કબજો તેને સોપાયો હતો.
જે તે સમયે બને આરોપીઓએ કુલ 1 થી 40 પ્લોટ મુકી ને બાકીના 41 થી 107 મલી કુલ 67 પ્લોટ પરત ખરીદી લીધા બાદ તે જમીન બીનખેતી કરવા અરજી કરી હતી. જે અર્જુન પાર્ક નામે બીનખેતી થયા બાદ આ અર્જુન પાર્કની આગળ રોડ ટચ સુચીત સોસાયટીમાં ફરિયાદી દિપાબેન સહિતના 1 થી 40 પ્લોટધારકોના પ્લોટ આવેલા હોય તેમા પ્લોટ નં. પની જમીન ઉપર હાલ એક ઈ હાડવેર અને ટ્રાન્ટપોર્ટની ઓફિસ છે. જ્યારે નીખીલ રાજુ રૂપમએ રસીલાબેન કમલેશ રામાણીને આ જગ્યાનું કુલ મુખત્યાર નામુ ક2ી આપ્યું હતું. તેમજ રસીલાબેન રામાણીએ આ જગ્યામાં બાંધકામ કરવા માટે પાવર ઓફ એટર્ની મયુર ભરત રૂપારેલીયાને આપેલ હતી. અને અખીલમ ગ્રુપવાળાઓએ ભેગા મળીને બાંધકામ ચાલુ કર્યું હતું
સુચિત સોસાયટીના 107 પ્લોટ પૈકી 67 પ્લોટ બીન ખેતી કરાવી બાકીના 40 પ્લોટ સસ્તામાં પડાવવાના મામલે બિલ્ડર અને માથાભારે શખ્સોની સાંઠગાંઠ સામે આવી : મૃતક ખાતેદાર અને સુચિત સોસાયટીના પ્રયોજક સામે છેતરપિંડીનો નોંધાતો ગુનો
ત્યાર બાદ 2019માં પ્લોટ નં. 19ની જમીન દિપાબેનના કબ્જામાં હોય તેમ છતાં નામચીન ભુપત વીમ બાબુતર, રાજુ રૂપમ અને રાકેશ ધીરજ પોપટના મળતીયાઓ ત્યાં ઘસી આવ્યા બાદ પ્લોટ નં. 1 થી 40નીં પ્લોટની જમીન ઉર ફોલ્ડીંગ દિવાલ કરવા લાગ્યા હતા. જેથી દિપાબેન સહિતના અન્ય પ્લોટ ધારકો ત્યાં જતા ભુપત બાબુતરે તેઓને અમારી ઓફિસે આવજો તેમ કહેતા પ્લોટધારકો તેની ન્યુ આશ્રમ રોડ ઉપર આવેલી ઓફિસે ગયા હતા. જ્યાં ભુપત અને રાકેશે તેને જે જગ્યા ઉપર ફેન્સીંગ કરીએ છીએ તે જગ્યા અમને મનપાએ આપેલ છે. પરંતુ અને તમને થોડા ઘણા રૂપીયા આપૂશુ તમને નારાજ નહી કરીએ. તેવી વાત કરતા પ્લોટ ધારકોએ તેને આ પ્લોટ અમે ખરીદ્યા છે. તમે ત્યાં કોઈ બાંધકામ તે ફેન્સીંગ ન કરતા અમે અમારા વકીલ મારફતે યોગ્ય કાર્યવાહી કરીશું તેમ કહ્યું હતું. તેમ છતાં ભુપત સહિતે તેની માલીકીના પ્લોટમાં ફેન્સીંગ કરતા હતા. ત્યાર બાદ ગઈતા.9-11-2020ના તેના સાથેના પ્લોટ ધારક,વિનોદભાઈ ઠાકરશીભાઈ પીપળીયા (રહે. ભારતી નગર, કોઠારિયા રોડ) ભરત અને રાકેશ વિરૂધ્ધ આ અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ભુપતની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. જે હાલ જામીન મુક્ત છે. જયારે રાકેશ પોપટની ધરપકડ સામે હાઈકોર્ટ સ્ટે આપ્યો છે.
બાદમાં ગઈ તા.17-1-2022નાં તેમણે પોતાના પ્લોટમાં મકાન બાંધકામ માટે કોલમ ઉભા કરતા અને રેતી કપચીનો માલ નાખતા અને અન્ય પ્લોટ ધારકોએ પોતાના પ્લોટમાં પ્લીથ લેવલનું બાંધકામ કર્યું હતું. બાંધકામ ચાલુ હતુ ત્યારે પ્રવીણ આંબલીયા અને તેના મળતીયાઓ તેના બાંધકામમાં 1 તોડફોડ કરવા લાગ્યા હતા.
જે અંગે જાણ થતા ફરીથી પ્લોટ 5 ધારકો ત્યાં જતા પ્રવીણ આંબલીયાને આ બાબતે પુછતા તેણે કમલેશ રામાણીના કહેવાથી અહીં આવ્યા છીએ ન તેમ કહ્યું હતું. જ્યાં એક જે.સી.બી અને 3 ટ્રેકટર હોય તેના દ્વારા તેના પ્લોટમાં 5 કરેલું બાંધકામ તોડફોડ કરી જમીન લેવલ કરવા ઉપરાંત નવો રોડ રસ્તો કરતા હોય પ્લોટ ધારકોએ તેને આટકાવ્યા 1 હતા. ત્યારે બાદ બીજા દિવસે તા.18નાં 4 ફરીથી આ શખ્સો બાંધકામ કરતા હોય ? પ્લોટધારકો કમલેશ રામાણીની ઓફિસે ગયા હતા. જ્યાં તેણે તેમને કાગળો ન બતાવી આ જમીન અમને રાજકોટ મહાપાલીકાએ આપેલ છે. તેમ કહ્યું ન હતું. આમ આરોપી અરજણ અને યુનુસે 5 પ્લોટ ધારકોની જગ્યા ટી.પી. સ્ક્રીમમાં જવાની છે. તેવું જાણવા છતાં તે બાબતે 5 વિરોધ ન કરી પ્લોટના પૈસા કે અન્ય ઈ જગ્યાએ જમીન ન આપી ઠગાઈ કરી હતી.