પંચાયતમાં સદસ્યોના કામો થતાં ન હોવાનો ખોટો આક્ષેપ: સૌનો સાથ… સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવાં ભાજપ શાસીત બોડી તત્પર
જિલ્લા પંચાયતના પ્રમુખ અને ભાજપના જ ચુંટાયેલા સભ્યો વચ્ચે સંકલનનો અભાવ અને સભ્યોના કામો થતાં નથી તેવાં સમાચારોનું ખંડન કરતાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરે ‘અબતક’ ને જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના આ શાસનમાં અમો ચુંટાયેલા સભ્યોને સાથે જ રાખીને સંકલનથી કામ કરી રહ્યા છીએ.
જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન છે અને દરેક વિસ્તારમાં કોઇ વ્હાલા-હવલાના ભેદભાવ રાખ્યાં વગર જ દરેક વિસ્તારનો વિકાસ થાય અને પ્રજાકીય પ્રશ્ર્નોનો ઉકેલ આવે એ માટે સૌને સાથે રાખી વિકાસ કાર્ય થઇ રહ્યો છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
ચુંટાયેલા સભ્યો પૈકી અમુક સભ્યો એ જ પ્રશ્ર્નો રજુ કર્યા છે તે બાબતે ભુપતભાઇ બોદરે જણાવ્યું હતુ કે, જિલ્લા પંચાયતના આ ભાજપ શાસનમાં દરેક વિસ્તારના કામો થયાં છે અને થઇ રહ્યાં છે એથી હવે બહુ એવા પ્રશ્ર્નો છે કે જેની રજુઆત હોય એવી ઘણા ઓછા પ્રશ્ર્નો હોવાના કારણે ઓછી સંખ્યાના સભ્યોએ જ પોતાના પ્રશ્ર્નોની રજુઆત કરેલ છે. રાજકોટ જીલ્લા પંચાયતમાં કોઇ સભ્યો સાથે નારાજગી નથી અને દરેકને વિશ્ર્વાસમાં લઇને જ જિલ્લાના જરુરી તમામ વિકાસ કામો હાથ ધરાયાં છે. હા, અધિકારીઓ પોતાનું સાંભળતા નથી તેવું અમુક સભ્યોનું માનવું છે. પરંતુ રજુઆત આવ્યા બાદ અધિકારીઓ વિકાસ કાર્યમાં સહયોગી બને તેવી સુચના અપાય હોવાનું કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
આજે જિલ્લાના પ્રભારી સામે જિલ્લા પંચાયતના સભ્યોના કામો થતાં નથી તેવી રજુઆત થનાર છે તેવું પૂછતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સવિતાબેન નાથાભાઇ વાસાણીએ જણાવ્યું હતું કે આવું કંઇ નથી. જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદર અને તેમની ટીમ જિલ્લાના વિકાસ કાર્યો માટે સતત પ્રયત્નશીલ છે અને રહેશે. કોઇને કોઇ પ્રત્યે નારાજગી નથી એવી રજુઆતનો પ્રશ્ર્ન જ ઉદભવતો નથી.
આગામી તા. 16મીએ સામાન્ય સભા મળી રહી છે. સોમવારે સંકલન બેઠકમાં ચુંટાયેલા મહિલા સભ્યોના પતિદેવો હાજર રહેતા મામલો ગરમાયો હતો. ત્યારે હાલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિરાજમાન ભુપતભાઇ બોદર અને ઉપપ્રમુખ સવીતાબેન નાથાભાઇ વાસાણી તથા કારોબારી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ હાલ જિલ્લા પંચાયત ભાજપ સાશનમાં કોઇ નારાજગી નથી અને તમામ સભ્યોને સાથે રાખી કોઇ વ્હાલા-દવલાની નીતી રાખ્યાં વગર તમામ વિસ્તારના વિકાસ કાર્યો અને પ્રશ્ર્નો ઉકેલવામાં સમાનતા રખાતી હોવાનું જણાવ્યું હતું.
દુકાનોનું ભાડુ પ00 થી વધારી 3પ000 કરાશે
જિલ્લા પંચાયત હસ્તકની યાજ્ઞીક રોડ ઉપર આવેલ પ્રાસ લોકેશનની દુકાનોનું જે વર્ષોથી 500 રૂ. ભાડુ હતું તે વધારવા દરખાસ્ત કરવામાં આવી છે.
કારોબારી ચેરમેન હરદેવસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર યાજ્ઞીક રોડ પ્રાઇમ લોકેશનમાં આવેલી આ દુકાનોનું જે વર્ષોથી રૂ. પ00 ભાડુ હતું તે વધારીને રૂ. 35000 કરાશે જેનાથી જિલ્લા પંચાયતની આવકમાં વધારો થશે અમે આ બાબતે દરખાસ્ત તૈયાર કરાવી છે. અને અઘ્યક્ષ સ્થાનેથી રજુ કરાશે.
જિલ્લા પંચાયતની સદર સ્થિત દબાણવાળી જગ્યા અને યાજ્ઞીક રોડ પરની ભાડાની દુકાનો ખાલી કરાવવા તેમજ ભાડુઆતોને આકરો ડામ આપવા દુકાનોના ભાડા વધારવા આગામી કારોબારીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે તેવી શકયતાઓ છે. આ દુકાનો ખાલી કરાવવા માટે અનેક વખત નોટીસો આપવા છતાં ભાડુઆતો તે ખાલી કરતા નથી ત્યારે હવે રૂ. પ00 નું ભાડુ વધારીને સીધુ રૂ. 35000 કરવા તંત્રની તૈયારી છે તેમ તેમણે જણાવ્યું હતું.