ગત વર્ષમાં ભારતે 5311 કરોડ રૂપિયાની ચાનો વિકાસ કર્યો હતો !!!
ભારતની ચા સમગ્ર વિશ્વમાં ખૂબ જ પ્રચલિત બની છે અને વિશ્વના દેશો ભારત સાથે ચા નો વ્યાપાર કરવા માટે પણ તૈયાર થયા છે ત્યારે ચાલુ વર્ષમાં એ વાતની શક્યતા છે કે ભારત 22.50 કરોડ કિલો ચાની નિકાસ કરશે. ભારતે 5311 કરોડ રૂપિયાની ચાનો વ્યાપાર કર્યો હતો. ભારત પાસે વિકાસને લઈ ખૂબ મોટી તકો રહેલી છે કારણકે શ્રીલંકાની સ્થિતિ વણસતા ભારત એકમાત્ર વિકલ્પ છે કે જે આ તમામ માંગને સરળતાથી પૂરું કરવામાં સજ્જ છે.
હાલ ભારતની ચાની ડિમાન્ડ જે રીતે વધી રહી છે તેને જોતા ચાલુ વર્ષમાં ચાની નિકાસ 40થી 50 ટકા વધશે અને આગામી બેથી ત્રણ વર્ષ ઉદ્યોગ માટે ખૂબ જ સારા રહેશે. અને બીજી તકલીફ એ પણ ઊભી થઈ છે કે હાલ જે રીતે રશિયામાં યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને લઈ જે ક્ધટેનર સરળતાથી મળવા જોઈએ તે મળતા નથી અને નિકાસમાં ઘણોખરો સમય પણ વીતી જતો હોય છે ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો આવનારા સમયમાં પણ વિકાસ માટેના રસ્તા વધુ ઝડપે ખુલશે.
સરકાર યોગ્ય રિસર્ચની સાથોસાથ જો અદ્યતન ટેકનોલોજી ઊભી કરે તો હજુ પણ ચાના ઉત્પાદનમાં 75 ટકાનો વધારો થઈ શકશે અને પરિણામે તેનો લાભ ખરા અર્થમાં નિકાસકારોને મળશે પરંતુ હાલની સ્થિતિએ સરકારનો મુખ્ય લક્ષ્ય એ છે કે વધુ ને વધુ દેશ અને ઉદ્યોગકારો નિકાસ તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત કરે જેથી દેશની અર્થવ્યવસ્થા વેગવંતી બની શકે.