જૈન અગ્રણી સત્કાર્ય સેવા સમિતિના સંયોજક રાકેશભાઇ ડેલીવાળા યાજ્ઞીક રોડ સ્થિત મનોજ ગીફટ શોપમાં ક્રાંતિકારી સદગુરુદેવ પૂ. પારસમુનિ મ.સા. તથા તપસ્વી રત્ન પૂ. ચેતનમુનિ મ.સા.ની કાલે મંગલમય પધરામણી થતાં ડેલીવાળા પરિવાર હર્ષોલ્લાસ સાથે ગૌરવની લાગણી અનુભવે છે.
આ મંગલમય પાવન અવસરે સત્કાર્ય સેવા સમીતીના સન્માનનિય વૈયાવચ્ચ પ્રેમી ભાવિકો દ્વારા જૈન અગ્રણીઓ ઉ5સ્થિત રહી દર્શનનો લાભ લઇ આશીર્વાદ મેળવ્યા કર્યા હતા.