બીયર ડ્રિન્ક્સ અલગ અલગ ફ્લેવરની કાચની બોટલ સહિત રૂપિયા 14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ગોંડલ શહેર નજીક ઔદ્યોગિક વસાહતોમાં કેટલાક લોકો દ્વારા ખાદ્ય પદાર્થો સાથે ચેડા કરી પેકિંગ કરવામાં આવતું હોવાની ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે ગોંડલના સીમાડા નજીક આવેલ ભોજપરા ગામ પાસે થોડા મહિનાઓ પહેલા ડુપ્લીકેટ ઘી પેકિંગ કરતી ફેક્ટરી ઝડપાઈ હતી ત્યારબાદ તાલુકા પોલીસે ભેળસેળયુક્ત શંકાસ્પદ નોન આલ્કોહોલિક બીયર ડ્રિન્કની અલગ-અલગ ફ્લેવરની કાચની બોટલ સહિત રૂપિયા 14 લાખના મુદ્દામાલ સાથેની ફેક્ટરી કબજે કરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ને જાણ કરતા શહેરમાં ફરી ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ જે પરમાર, ડી પી ઝાલા, ડી સ્ટાફના મદનસિંહ, વિપુલભાઈ ગુજરાતી, દિગપાલ સિંહ ગોહિલ , પૃથ્વીરાજ સિંહ ગોહિલ તેમજ ક્રિપાલસિંહ ઝાલા સહિતનાઓએ બાતમીના આધારે ગોંડલના સીમાડે આવેલ ભોજપરા ગામે એસ.કે બેવરેજીસ નામની ફેક્ટરી માં દરોડો પાડતા ત્યાંથી ભેળસેળયુક્ત શંકાસ્પદ નોન આલ્કોહોલિક બીયર ડ્રીંકસ ની અલગ-અલગ ફ્લેવરની કાચની બોટલ 23316જેની કિંમત રૂપિયા 1398960(જે એક બોટલની કિં રૂ.60 લેખે ) તથા માલ્ટ એક્ટ્રેક્ટ (લુઝ)(એડલટ્રંટ)નું એસન્સ ફ્લેવરનો જથ્થો 48 કિલો સહિતકુલ રૃપિયા 14 લાખનો મુદ્દામાલ મળી આવતા ફૂડ સેફટી ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રાજકોટના ઓને જરૂરી સેમ્પલ તપાસણી અર્થે કબજે કરી મોકલી આપવામાં આવ્યા હતા આ ફેક્ટરી શહેરના દેવપરા મેઈન રોડ પર આવેલ લતીફભાઈ ઉર્ફે રાણો અનવરભાઇ સંજાત ઉંમર વર્ષ 34 નું હોવાનું બહાર આવ્યું હતું જો ઉપરોક્ત લેવાયેલ સેમ્પલમાં આલ્કોહોલની માત્રા જણાશે તો તાલુકા પોલીસ દ્વારા ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું પીએસઆઇ એમ જે પરમારે જણાવ્યું હતું.
શંકાસ્પદ જથ્થાને લઇ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયેલો હોય લોકોમાં ચર્ચાઓ થવા લાગી હતી કે ઉપરોક્ત પરિવારના એક યુવાન થોડા સમય પહેલા ડુબલીકેટ ચૂનો પેકિંગ કરવાના ગુનામાં ઝડપાઈ જવા પામ્યા હતા.