પીપળીયા હોલ પાસે શ્રીરામકૃપા ગોલામાં ચકાસણી દરમિયાન વાસી માવો, રબડી સહિતનો જથ્થો મળી આવ્યો
શહેરમાં નામી બરફ ગોલાના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ દરમિયાન બેસૂમાર માત્રામાં અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવે છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા પીપળીયા હોલ પાસે શ્રીરામકૃપા ગોલાવાળાને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકીંગ દરમિયાન 3 કિલો માવો અને 7 કિલો રબડીનો જથ્થો મળી આવ્યો હતો. જેનું સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. યોગ્ય સ્ટોરેજ કરવા અને હાઇજેનીંક ક્ધડીશનની જાળવણી કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા શહેરના માંડા ડુગર, આજી ચોકડી, ભાવનગર રોડ સહિતના વિસ્તારોમાં ફૂડ સેફ્ટી વ્હીકલ વાન સાથે 20 પેઢીઓમાં ચકાસણી કરવામાં આવી હતી અને 21 નમૂના લેવાયા હતા. જ્યારે શેઠનગર, માધાપર, જામનગર રોડ પર 20 પેઢીમાં ચકાસણી કરી પાંચ પેઢીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ આપવામાં આવી છે. ઉદયનગર-1માં શેરી નં.15 કોર્નર દ્વારકાધીશ ડેરી ફાર્મમાંથી મીક્સ દૂધના નમૂના લેવામાં આવ્યા હતા.