કૃષિ અને કૃષિકારના ઉદ્ધાર માટે કૃષિ પેદાશો સાચવવાની વ્યવસ્થા થકી નાશવંત ખેત જણશોની ટકાવારી ઘટાડવા માટે આંતરમાળખાકીય સુવિધાઓ સુદ્રઢ બનાવવી જરૂરી
ખેડૂતોની આવક બમણી કરી ખેતી અને ખેડૂતોને પગભર બનાવવા ના સરકારનાપ્રકલ્પ થકી દેશના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના રોડ મેપ માટે કૃષિક્ષેત્રના વિકાસ માટે અનિવાર્ય માનવામાં આવે છે, ત્યારે વેરહાઉસ અને ખાસ કરીને કૃષિપેદાશો સાચવવાની આવશ્યકતા છે, ભારતમાં અત્યાર સુધી વેરહાઉસીંગ સુધારાઓ નાના સીમાંત ખેડૂતો સંગ્રહ શક્તિ અને નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતા નથી, અને સરકારની વેરહાઉસીંગ ક્ષેત્ર માં સુધારા કરવાની પદ્ધતિમાં પણ વેગ લાવવો જરૂરી છે, સાથે સાથે એવા લોકોમાટે પણ ધ્યાનઆપવું જોઈએ કે જેનાથી તેઓ વેરહાઉસ અને ગોદામો નો વપરાશ વધારી શકે, આ વાત નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ લિમિટેડ ના ઈન્વેસ્ટર્સ પ્રોટેક્શન ફન્ડ ટ્રસ્ટ અને આઇ,આઇ આઇ એમબેંગ્લોર ના અહેવાલમાં જણાવાયું છે.
આ અહેવાલમાં ચેરમેન મનોજ કુમારે જણાવ્યું છે કે ભારત સરકારના કૃષિ અને કૃષિ કલ્યાણ વિભાગના સંયુક્ત સચિવ સેમ્યુઅલ મારે ભારતના અને સાર્વજનિક વિભાગ ના સંયુક્ત સચિવ નંદિતાગુપ્તા,આઇ, આઇએમ બેંગ્લોરના પ્રોફેસર ગોપાલ નાયક અને મહાનિર્દેશકઅરુણ રાસ્તે પ્રીત ની ઉપસ્થિતિ માં નવી દિલ્હી ખાતે પ્રસિદ્ધ કરવામાં આવેલા આ અહેવાલમાં મનોજ કુમારે જણાવ્યું હતું કે અનાજ અને કૃષિ પેદાશોની જાળવણી વ્યવસ્થા કરવી જરૂરી છે દેશમાં હવે વૈજ્ઞાનિક ટેકનોલોજીના ઉપયોગથી વેરહાઉસીંગ બનાવવા માટે કમર કસવાની જરૂર છે, કૃષિ પેદાશોની જાળવણી કરવાની વ્યવસ્થા સીધી અસર ખેડૂતો ની આવકની સાથે સાથે દેશના વૃદ્ધિ દર પર પણ થાય છે, ભારતમાં નાશવંત કૃષિ ની ટકાવારી ખૂબ ઊંચી છે જ્યારે ઇઝરાયેલ જેવા ટેકનોલોજીને વ હરેલા દેશોમાં આ ટકાવારી 3 ટકાથી પણ ઓછી છે જ્યારે ભારતમાં ટકાવારી 30 ટકા જેટલી છે.
નાશ્વંત્વાતું ની ટકાવારી ઘટાડવા માટે ખેડૂતોને કૃષિ પેદાશો સાચવવાની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી જોઇએ, સરકારે ખેડૂતો માટે ગોડાઉન બનાવવા વેર હાઉસ બનાવવા અને કોલ્ડ સ્ટોરેજની ચેન ઊભી કરવા માટે અને ગોડાઉન બનાવવા ની જરૂરિયાત અંગે દિલ્હી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં એવો સૂર ઉભો થયો હતો કે વેર હાઉસ માળખામાં સુધારો કરવાની ટેક્નોલોજી ની ઝડપ હવે વધારવાની જરૂર છે, અન્ન મંત્રાલયના સંયુકત સચિવ નંદિતા ગુપ્તાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા અનાજના સંગ્રહ માટે ની તમામ વ્યવસ્થાઓ માટે સંશોધન છે ત્યારે સત્ય સેમ્યુઅલ કુમારે પણ દેશના વેરહાઉસીંગ માળખા ને વધુ વિકસિત બનાવવા માટે અલગ અલગ વ્યવસ્થા નો ઉલ્લેખ કર્યો હતો રિપોર્ટમાં જણાવાયું છે કે 2019 સુધીમાં સંગ્રહ ક્ષમતા 7.6 કરોડટન સુધી પહોંચી છે તેમાં સતત વધારો કરવામાં આવ્યું છે પણ સંગ્રહ વ્યવસ્થામાં 45 ટકાથી વધુ ભાગીદારી ખાનગી ક્ષેત્રની છે પરંતુ હજુ દેશમાં અનાજનું ઉત્પાદન 30 કરોડટનથી વધુ છે તે માટે સંગ્રહ શક્તિ વધારવાની જરૂર છે એનસીડીએક્સ ભારત ની વ્યવસાયિક ધોરણે કૃષિ પેદાશોની લે વેચ કરતી સંસ્થા છે જે લ્લઉપરાંત ભાવ અને દેશના અગ્રણી ઓનલાઈન એક્સન તરીકેની ભૂમિકા ભજવે છે આ સંસ્થા દ્વારા ખેડૂતોને પોતાની ગણતરી ના યોગ્ય ભાવ મળી રહે રોકાણકારોને યોગ્ય મંચ મળી રહે તે માટે વ્યવસ્થા કરે છે કૃષિ સાથે સંકળાયેલી અલગ-અલગ સંસ્થાઓનું સંકલન કરીને રોકાણથી લઈ વેપાર વ્યવહાર માટે એનસીડીએક્સ મહત્વની ભૂમિકા અદા કરે છે.