નિઘ્યાનાબાના જન્મદિવસ અનોખી ઉજવણી
સુક્ધયા સમૃઘ્ધિ યોજના હેઠળ પોસ્ટમાં રકમ જમા કરાવી અને સિસોર્ટમાં કાર્નિવલથીમ બર્થ ર્ડ પાર્ટી ઉજવી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાટ ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બુધવારે પોતાની પુત્રીનો પાંચમો જન્મદિન ઉજવ્યો હતો. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાની સાથે રિવાબા એ એક ઉમદા સમાસેવાનું કામ કર્યુ છે.
સુક્ધયા સમૃદ્ધિ યોજના હેઠળ પોસ્ટમાં રકમ જમા કરાવી, ફેનફેર પણ યોજ્યો ઘર-પરિવારના સભ્યોના જન્મદિવસ તેમજ લગ્ન વર્ષગાંઠની સામાજિક સેવા કરી ઉજવણી કરતા રિવાબા અને રવીન્દ્ર જાડેજાએ પોતાની દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે. દીકરી નિધ્યાનાબાના 5મા જન્મદિવસે સમાજની 101 દીકરીનાં પોસ્ટ ઓફિસમાં સુક્ધયા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવ્યાં છે અને ખાતાદીઠ રૂપિયા 11 હજારની ડિપોઝિટ કરી છે. આ સિવાય જે દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે એમનાં અને તેનાં માતા-પિતા માટે ફનફેરનું આયોજન પણ કર્યું હતું.
આ અંગે વધુ માહિતી આપતા રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સુક્ધયા સમૃદ્ધિ યોજનામાં તેમણે દરેક સમાજની 101 દીકરીના નામે ખાતાં ખોલાવ્યાં છે. દીકરીનો જન્મદિવસ યાદગાર બની રહે એ માટે આ પ્રકારે ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે રૂપિયા 11 હજારની રકમ સાથે 101 દીકરીનાં ખાતાં ખૂલ્યાં હોય. ગત વર્ષે પણ નિધ્યાનાબાના જન્મદિવસ નિમિત્તે 11 હજારની ડિપોઝિટ દીકરીઓના નામે મૂકી હતી. જ્યારે આ વખતે લાંબા સમય સુધી દીકરી અને તેના પરિવારને યોજનાનો લાભ મળી રહે એ માટે પોસ્ટ ઓફિસમાં સુક્ધયા સમૃદ્ધિ યોજનામાં ખાતાં ખોલાવ્યાં હતાં.
આ પહેલાં પણ રિવાબાએ દીકરીઓને સોનાના ખડગ બના વી ભેટમાં આપ્યાં હતાં. રિવાબા સામાજિક સેવા સાથે સંકળાયેલાં હોવાથી તેઓ પોતાના પરિવારના દરેક પ્રસંગની ઉજવણી સામાજિક કાર્ય-સેવા કરીને ઉજવે છે.