વિધાનસભાની ચૂંટણીને ઘ્યાનમાં લઇ વિશાળ સંગઠનની જાહેરાત કરાશે: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા એ એક ખૂબ જ મહત્વપુર્ણ મુદ્દા પર મિડિયાને સંબોધતા જણાવ્યું કે, જ્યારે માનનીય ઈસુદાનભાઈ ગઢવી પાર્ટીમાં જોડાયા ત્યારબાદ તેમના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં જનસંવેદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જનસંવેદના કાર્યક્રમ પછી આમ આદમી પાર્ટીએ ધરણાંઓ, પ્રદર્શનો, રેલીઓ, જાહેર સભાઓ, જનતાને લગતા પ્રશ્નો પર સંવાદો જેવા કાર્યક્રમો કરીને પાર્ટી ખુબ જ ઝડપથી આગળ વધી છે.
ત્યારબાદ અમદાવાદમાં અરવિંદ કેજરીવાલની તિરંગા યાત્રા, રાજકોટમાં જાહેર સભા, સમગ્ર ગુજરાતના ખુણે-ખુણેથી પરિવર્તન યાત્રા પસાર થઈ અને મહેસાણામાં ભવ્ય ત્રિરંગા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.આમ આદમી પાર્ટીએ લાંબા સમય સુધી અનેક કાર્યક્રમો કર્યા અને આ કાર્યક્રમો થકી આમ આદમી પાર્ટીને ગુજરાતના ખૂણે-ખૂણેથી અભૂતપૂર્વ જાહેર સમર્થન મળ્યું. ગુજરાતની જનતાએ અરવિંદ કેજરીવાલની બદલાવની હાકલ સ્વીકારી અને આમ આદમી પાર્ટીના વિચારો ઘરે-ઘરે પહોંચ્યા. દિલ્હીમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર અરવિંદ કેજરીવાલે કરેલા કામને આજે ગુજરાતની જનતા જાણી ચુકી છે. અરવિંદ કેજરીવાલના કાર્યોથી પ્રભાવિત થઈને આજે હજારો લાખો લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.