શહેર ભાજપ દ્વારા અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત કાર્યશાળાનો આરંભ કાલે વિધાનસભા-68 અને 71માં કાર્યકર્તાઓને માર્ગદર્શન અપાશે: કમલેશ મિરાણી
પ્રદેશ ભાજપની યોજના અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આગામી તા. 11 થી 13 જૂન દરમ્યાન રાજયભરમાં અલ્પકાલીન વિસ્તારક યોજનાનો પ્રારંભ થઈ રહયો હોય અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત શક્તિકેન્દ્ર દીઠ પાર્ટીના વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ 3 દિવસ માટે વિસ્તારક તરીકે જશે. તે અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ધ્વારા રાજકોટ મહાનગરમાં અલ્પકાલીન વિસ્તારક યોજના અંતર્ગત જનાર વિસ્તારકો માટે આજે તા. 8 અને 9 જૂન દરમિયાન વિધાનસભા દીઠ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત શહરે ભાજપ ધ્વારા રાણીંગા વાડી ખાતે વિધાનસભા-69ના સમાવિષ્ટ વોર્ડ માટે અને વિધાનસભા-70ના સમાવિષ્ટ વોર્ડ માટેની કાર્યશાળા યોજાઈ હતી તેમજ આવતીકાલે તા.9/6ના ગુરૂવારે સવારે 9:30 થી 1:00 વિધાનસભા-68 અને બપોરે ર:00 થી 6:00 વિધાનસભા-71ની કાર્યશાળા યોજાશે.
આ તકે આ કાર્યશાળાનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારી રક્ષ્ાાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, રાજુભાઈ ધ્રુવ, નિતીન ભુત ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. દર્શીતાબેન શાહ સહીતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યશાળા દરમ્યાન અલ્પકાલીન વિસ્તારકો તરીકે જનાર કાર્યર્ક્તાઓને ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ધનસુખ ભંડેરી ધ્વારા વિસ્તૃત માર્ગદર્શન પુરૂ પાડતા જણાવેલ કે અલ્પકાલીન વિસ્તારકો તરીકે જનાર કાર્યર્ક્તાઓેએ શક્તિ કેન્દ્રના સંયોજકના બુથમાં પ્રવાસ કરવાનો રહશે તેમજ પ્રવાસ દરમ્યાન બુથકક્ષ્ાાએ શક્તિકેન્દ્ર સંયોજક, બુથઅધ્યક્ષા, બીએલએ-ર, પેજ સમિતિના સભ્યો સાથે બેઠકો કરવાની, બુથ તેમજ પેજ સમિતિના સભ્યો ને પ્રાથમિક સભ્યો બનાવવા, તેમજ પ્રવાસ દરમ્યાન બુથમાં કરવાના 6 કાર્યક્રમની માહિતી, આગામી કાર્યક્રમોની માહિતી, બુથની રાજકીય ચર્ચા ,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધ્વારા દર માસના અંતિમ રવીવારે યોજાતા મન કી બાત ટિફિન કે સાથ નું આયોજન નિયમિત થાય તેવી વ્યવસ્થા સુદૃઢ કરવી ત્યારે અલ્પકાલીન વિસ્તારક યોજના ના અંતે બુથ સાચા અર્થમાં જીવંત બને તેવો પ્રયાસ કરવામાં આવશે.
આ કાર્યશાળાનું સંચાલન શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડએ અને અલ્પકાલીન વિસ્તારક યોજના અંગે વિસ્તૃત માહિતી નિતીન ભુત અને મનોજ ગરૈયા ધ્વારા પુરી પાડવામાં આવેલ હતી. આ કાર્યશાળાને સફળ બનાવવા આઈટી- સોશ્યલ મીડીયાના હાર્દીક બોરડ, શેલેષ હાપલીયા, જય શાહ, જય સોનાગ્રા સહીતના એ જહેમત ઉઠાવી હતી તેમજ કાર્યાલય ખાતેથી અનીલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, રમેશભાઈ જોટાંગીયા, રાજ ધામેલીયા, ચેતન રાવલ, પી.નલારીયન એ જહેમત ઉઠાવી હતી.