બાળકોનું વેકેશન સમાપ્ત થઈ ચુક્યું છે ત્યારે હવે ગીરના સાવજોનું વેકેશન શરુ થવા જઈ રહ્યું છે. જો તમે પણ ગીરમાં સિંહ દર્શન કરવા જવાના હોય તો તારીખો નોંધી લેજો. ૪ મહિના સુધી તમે ગીરમાં સિંહ દર્શન કરી શકશો નહિ. દર વર્ષે ચાર મહિના દરમિયાન ગીરમાં સિંહોનુ વેકેશન પડે છે. એટલે કે, ગીરના દરવાજા ચાર મહિના દરમિયાન પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ 16 જુનથી પ્રવાસીઓ ગીરમાં સિંહ દર્શન કરી શકશે નહિ. ચોમાસાના ચાર મહિના વન્ય પ્રાણીઓનો સંવનનનો સમય હોવાને કારણે તેમને એકાંત પૂરું પાડવા માટે પ્રતિ વર્ષ આ સમયગાળા દરમિયાન ગીર અભયારણ્યને પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવતું હોય છે.
ચોમાસાની ઋતુ શરુ થાની સાથે જ ગીરનું જંગલ દર વર્ષે બંધ કરી દેવામાં આવે છે. કારણ કે જંગલના રાજા સિંહ અને બીજા ઘણા પ્રાણીઓ માટે સંવનન કાળ શરૂ થયો હોવાથી, તેમને કોઈ ખલેલ ના પહોંચે તે માટે વન વિભાગ દ્વારા પ્રવાસીઓ માટે ગીરના દરવાજા બંધ કરી દેવાય છે. તેથી વન વિભાગ દ્વારા પ્રવાસીઓને જણાવાવમાં આવ્યું કે , 16 જૂનથી સાસણ ગીરમાં સિંહોનું વેકેશન શરૂ થશે. પ્રવાસીઓ માટે 4 મહિના સફારી રૂટ બંધ થશે.
ચાર મહિના બાદ જ્યારે આ વેકેશન સમય પૂર્ણ થાય છે ત્યારે દિવાળીના સમય દરમિયાન સાસણ DFO, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવે છે.