સ્કોર્પીયો અને બાઇક પર આવેલા પિતા-પુત્ર સહિત બાર શખ્સોએ છરી અને લાકડીથી હુમલો કરી ફરાર
પૂર્વ કચ્છના રાપરની ગુરૂકુળ રોડ પર આવેલા વડીલો પાર્જીત મિલકતમાં ભાગ માગી સગા કાકા સહિતના બાર જેટલા શખ્સોએ પિતા અને બે પુત્ર પર છરી અને લાકડીથી ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાપરના ગેલીવાડી શેરીમાં રહેતા અને ગુરૂકુલ રોડ પર કલ્પવૃક્ષ (સી જનરલ મોટર્સ) નામનું ગેરેજ ધરાવતા વિવેકભાઇ રમણીકભાઇ લોવારીયાએ પોતાના કાકા કમલેશભાઇ ધનજીભાઇ લોવારીયા, કાકાના પુત્ર અર્જુન લોવારીયા, સાહિલ સતાર રાયમા અને બીજા દસ થી બાર જેટલા અજાણ્યા શખ્સોએ છરી અને લાકડીથી હુમલો કરતા વિવિકેભાઇ લોવારીયા, પોતાના પિતા રમણીકભાઇ લોવારીયા અને ભાઇ યશ ઘવાતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
રાપર પોલીસે વિવિકે રમણીકભાઇ લોવારીયાની ફરિયાદ પરથી અર્જુન કમલેશ લોવારીયા, કલમેશ ધનજી લોવારીયા, સાહિલ સતાર લોવારીયા અને બાર જેટલા અજાણ્યા શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.
રાપર મધ્યમાં ખરીદ કરેલી મિલકત રમણીકભાઇ લોવારીયા અને તેનાથી નાના ભાઇ ભરતભાઇ ધનજીભાઇએ સયુંકત ખરીદ કરી હતી તેમાં કમલેશભાઇ ધનજીભાઇનું રોકાણ ન હોવા છતાં મિલકતમાં ભાગ માગી અવાર નવાર ધમકી દેતા હોવાનું અને ખૂની હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. રાપર પી.આઇ. વી.કે.ગઢવી સહિતના સ્ટાફે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.