લગ્નની સિઝન હોવાથી રિટેલ જવેલરી ક્ષેત્રમાં માંગ વધી હતી
સોનાને લઇ દરેક દેશોની માન્યતા અલગ છે પરંતુ ભારતની વાત કરવામાં આવે તો સોના નું મહત્વ ખૂબ જ બનેલું છે અને તેમાં પણ ભાવમાં સુધારો આવતાની સાથે જ ભારતે સોનાની આયાત ખૂબ મોટા પ્રમાણમાં કરી હતી અને તેમાં 677 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષમાં ઉચ્ચ સપાટી ઉપર છે. એટલું જ નહીં લગ્નની સિઝન હોવાના કારણે જે રિટેલ જવેલરી માર્કેટ છે તેમાં ખૂબ જ માંગ વધી હતી પરિણામે સોનાની આયાતમાં અનેક ગણો વધારો નોંધાયો હતો.
સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતે મે મહિનામાં 101 ટન સોનાની આયાત કરી હતી જે માત્ર 13 ટન ગત વર્ષે નોંધાયું હતું. આ માંગમાં વધારો થવાનાં અનેક કારણો છે અને જેમાં સૌથી મોટું કારણ એ છે કે ભારતમાં સોના નું મહત્વ ખૂબ જ વધુ છે અને લોકો સોનું ખરીદવા માટે તલપાપડ પણ બનતા હોય છે કારણ કે તેમની જીવન જરૂરિયાત વસ્તુ માંનું એક છે. ગત વર્ષે સોનાની આયાત 678 મિલિયન ડોલર રહી હતી જે ચાલુ મે માસમાં 5.83 બિલિયન ડોલર જોવા મળ્યું છે.
સોનુ ખરીદવા ઇચ્છતા ખરીદનારોની સતત ધ્યાન એ વાત ઉપર જ રહેતું હોય છે,કે અરે સોનાના ભાવમાં ઘટાડો આવે અને ત્યારે અક્ષયતૃતીયાને સમયે સોનામાં ઘટાડો થતાં ની સાથે જ લોકો જ્વેલરીની દુકાન ઉપર પહોંચી ગયા હતા અને સોનાની ખરીદી કરી હતી. કોના માટે અનેક ધાર્મિક લાગણીઓ પણ જોવા મળે છે અને તેમાં જ્યારે હિન્દુ અને જૈન સમાજના જે વાર્ષિક ત્યોહારો હોય તેમાં સોનાની ખરીદી ખૂબ મોટા પ્રમાણમાં થતી જોવા મળે છે. અમે સમયમાં પણ સોનામાં જો ભાવ ઘટાડો આવશે તો ખરીદનારાઓની સંખ્યામાં અધધ વધારો પણ નોંધાશે.