રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા એક સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેરના તમામ રાજમાર્ગો પર તેમજ ચેક પોઇન્ટ પરથી ટ્રાફીક નિયમનનો ભંગ કરી પસાર થનારા વ્યક્તિઓને દંડ ફટકારવામાં આવે છે. ત્યારે રાજકોટ ટ્રાફિક શાખાએ ૨ જુન થી ૬ જુન સુધીમાં કડક કાર્યવાહી કરી છે.
રાજકોટ ટ્રાફિક શાખાએ ૨ જુન થી ૬ જુન સુધીમાં કારમાં કાળી ફિલમ ના ૩૮૦ કેસ દાખલ કરી દંડ ફટકાર્યો હતો. ઓવર સ્પીડના ૮૨ , ત્રિપલ સવારીમાં ૨૨૧ , ટ્રાફિકને અડચણ રૂપ ૬૭૨ , સુશોભિત નંબર પ્લેટના ૫૯૮ , નંબર પ્લેટ વગરના ૩૬૭ વાહનો વિરુદ્ધ દંડ કરવામાં આવ્યો હતો.
શહેર ટ્રાફિક શાખાની કાર્યવાહી દરમિયાન ૧૭૫ જેટલા વાહનો ડિટેઈન કરવામાં પણ આવ્યા હતા. એટલું જ નહિ ટ્રાફિક પોલીસ શાખાએ પોલીસ હેડ ક્વાટરમાં તેમજ કમિશનર કચેરી ખાતે પણ કાર્યવાહી કરી ૫૦ કર્મચારીઓ પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. ૨૨ જેટલા પોલીસ કર્મચારીઓના વાહનો ટોઈંગ કરી ડિટેઈન કરવામાં આવ્યા.