આજકાલ હેવાનો ૩ મહિનાની બાળકીથી લઈને વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. આવી જ એક ચોકાવનારી ઘટના સામે આવી છે જ્યાં સગીરવયની દિકરી સાથે તેના સાવકા પિતા વારંવાર દુષ્કમ આચરતા હતા. મળતી માહિતી મુજબ આ ઘટના ભાવનગર જીલ્લાની છે. ભાવનગર જીલ્લાના ચિત્રા વિસ્તારમાં સગીરવયની દિકરી સાથે તેણીના સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે.
સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સગીરાની માતાએ બોરતળાવ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ ભાવનગર જિલ્લા જેલહવાલે કર્યો છે. આરોપી પોતે પણ એક 14 વર્ષની દિકરીનો બાપ હોવા છતાં માનસિક વિકૃતિના લીધે તેણે સાવકી દિકરી પર દુષ્કર્મ આચર્યું હતું
આ ઘટના ભાવનગરની છે જ્યાં એક મહિલાએ ચાર વર્ષ પહેલાં ચિત્રા વિસ્તારમાં વસવાટ કરતા શખ્સ સાથે લગ્ન કર્યા હતા. તેની સાથે આંગળિયાતમાં 3 દિકરી અને 1 દિકરો એમ કુલ 4 બાળકો આંગળિયાતમાં લાવી હતી. ગત તા. 4/6ના વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં તેના બીજા પતિએ તેની સગીરવયની દિકરીને તેના એકના એક ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સ અવારનવાર સાવકી દીકરી સાથે સબંધ બાંધતો હતો. અંગે સગીરાની માતાએ કંટાળીને બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.