1100 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો
રાજકોટના ગૌ પ્રેમી અને અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા રમેશભાઈ ઠક્કર ના 72માં જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકિય કાર્યો કરવામાં આવ્યા હતા
એટલું જ નહીં જન્મદિવસના પાવન પ્રસંગે 1100 બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક પણ નિર્ધારિત કરવામાં આવ્યો હતો જે પૈકી 400 થી વધુ બોટલ અત્યાર સુધી રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે હોસ્પિટલના સ્થાપકોએ જણાવ્યું હતું કે આજના દિવસે તરક એકત્રિત કરવામાં આવશે તેનાથી લક્ષ્યાંક પૂર્ણ થઇ જશે એટલું જ નહીં રક્તદાનની સાથોસાથ અન્ય અનેક સેવાકિય પ્રવૃત્તિઓ જેવી કે વૃક્ષારોપણના કાર્યક્રમો પણ વિસ્તારોમાં બાળકોને ભોજન સહિતની વિવિધ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી.
રક્ત આપવું એ સૌથી મોટી જવાબદારી છે : રમેશ ઠક્કર
ગૌ પ્રેમી રમેશભાઈ ઠક્કરે અબતક છે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે હું આપને શુભેચ્છા પાઠવું છું કારણકે આ એકમાત્ર મીડિયા છે કે જેને દરેક સારા કાર્યો માં હરહંમેશ સાથ આપ્યો છે. તેઓએ જણાવ્યું હતું કે દાતા બનવું ખૂબ જ સહેલું છે પરંતુ કોઈને રક્ત આપવું એ સૌથી મોટી જવાબદારીનો અહેસાસ કરાવે છે ત્યારે આવનારા સમયમાં પણ લોકો રક્તદાન કરવા માટે જાગૃત થાય એ સૌથી જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિનું રખતા કોઈકની જિંદગી બચાવી શકે છે.
16 જેટલા સમાજ ઉપયોગી કાર્યો અને પૂર્ણ કરવાનો લક્ષ્ય : ડો. મયંક ઠક્કર
ગીરીરાજ હોસ્પિટલના ડો.મયંકભાઇ ઠક્કરે અબતક સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ના પિતા ના જન્મદિવસ નિમિત્તે જે સેવા કાર્ય કરવામાં આવી રહ્યા છે તે અંગેનો વિચાર તેના નાના ભાઈ દ્વારા આપવામાં આવ્યો હતો અને એક સંકલ્પ પણ કરવામાં ઓકે આ જન્મદિવસ નિમિત્તે કુલ 16 જેટલા સમાજને ઉપયોગી બને એવા કાર્ય હાથ ધરવામાં આવશે જેના ભાગરૂપે બ્લડ ડોનેશન નું એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને જે નિર્ધારિત લક્ષ્યાંક નક્કી કરાયો છે તે મુજબ એકત્રિત થયેલું રક્ત બ્લડ બેન્ક ને અપાશે જેથી સુરી લોકોને તેનો લાભ મળતો રહે.