આજે જાહેર થયેલા ધોરણ 10ના 65.18 ટકા પરિણામમાં પણ આ વખતે વિદ્યાર્થીઓમાં ભાઈઓ કરતા બહેનો આગળ રહેવા પામી છે જોકે ધોરણ10 નું વર્ષ એ પ્રત્યેક વિદ્યાર્થી માટે કારકિર્દી ઘડતરનું વર્ષ ગણવામાં આવે છે અલબત્ત રાબેતા મુજબના વર્ષો કરતાં આ વર્ષનું પરિણામ અનેક રીતે વિશિષ્ટ ગણી શકાય કારણકે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે કોરોનાની મહામારી મોટી આફત તરીકે સામે આવી હતી.
લોક ડાઉનમાં ઓનલાઇન શિક્ષણ અને મહામારીમાં મુશ્કેલી પરિસ્થિતિ વચ્ચે અનેક સ્વજનોની વસમી વિદાય વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માટે પડકારરૂપ બની હતી કોરોના ના કારણે થયેલી શિક્ષણ પ્રવૃત્તિની અસર લાંબા સમય સુધી દેખાશે તે નિશ્ચિત છે ત્યારે બોર્ડમાં પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એ વાત સાબિત કરી દીધી કે જો આમ હોય અને કોઈ પણ પરિસ્થિતિ માં સામનો કરવાની તત્પરતા હોય તો આફત પણ અવસર બની રહે છે.
આ વખતનું પરિણામ પણ અવશ્યપણે એવું છે કે વિદ્યાર્થીઓએ પડકારરૂપ પરિસ્થિતિ નો સામનો કરીને જે દ્રઢતાથી પરીક્ષા આપી હતી તેનું સુખદ પરિણામ આવ્યું છે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ સફળ થયા છે સારી ટકાવારી એ પાસ થનારા વિધાર્થીઓની સંખ્યા પણ વધી છે વિદ્યાર્થીઓ એ વાત સાબિત કરી દીધી કે સફળતા એને જ વરે જે પરસેવે ન્હાય ગુજરાત રાજ્યનું ધોરણ 10 નું આજનું જાહેર થયેલું પરિણામ વિદ્યાર્થીઓના વર્તમાનની સાથે સાથે ગુજરાત ના ઉજ્જવળ ભવિષ્યની આલબેલ ગણી શકાય ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને જીવનમાં અને નિર્ધારિત સફળતા મળે તેવી શુભેચ્છા.