નજીવી બાબતે ધોકા ફટકારતાં વૃધ્ધનું સારવારમાં મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો
રાજકોટના શખ્સે 10 વર્ષમાં ફરી બીજું મર્ડર કર્યું
અબતક,રાજકોટ
રાજકોટમાં જામનગર રોડ પર આવેલ નાગેશ્વર ના સાનિધ્ય એપાર્ટમેન્ટ માં રહેતા 70 વર્ષીય વૃદ્ધ ગઈકાલે તેના પાડોશમાં રહેતા યુવાન મિત્રને ઘરે આવ્યા હતા ત્યારે તેનો દરવાજો બંધ હોવાથી તેને ડોરબેલ વગાડતા આરોપીએ “મને કેમ ડીસ્ટર્બ કર્યો “પ્રેમ કહી વૃદ્ધ પર ધોકા વડે હુમલો કરતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો પોલીસે આરોપી સામે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી દસ વર્ષ પહેલા હત્યાના ગુના છેલ્લે હવા થઈ ચૂકયો છે ત્યારે ફરી તેને પોતાના લખણ ઝળકાવી 10 વર્ષ બાદ બીજી મર્ડર કર્યું છે.
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જામનગર રોડ પર આવેલ નાગેશ્વરમાં સાનિધ્ય અપાર્ટમેન્ટમાં રહેતા કિરીટભાઈ કૃષ્ણકાંત ભાઈ શાહ નામના 70 વર્ષીય વૃધ્ધ ગઈકાલે તેના પાડોશમાં રહેતા અભય હર્ષદ ભાઈ વ્યાસ (ઉ.વ.34, રહે.પ્રભુ પેલેસ એપાર્ટમેન્ટ,નાગેશ્વ) નામના યુવાને મિત્રને ત્યાં ગયા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવા માટે તે પુસ્તક લેવા માટે ગયા હતા ત્યારે આરોપી ઘરે ધોરણ નિંદ્રામાં હતો જેથી કિરીટભાઈ નેટ ડોરબેલ અનેક વખત વગાડતા અભય જાગી ગયો હતો અને તેને દરવાજો ખોલી વૃધ્ધ સાથે ઝઘડો કરી “મને કેમ ડીસ્ટર્બ કર્યો ” તેમ કહી રોજ સાથે ઝઘડો કરી તેને માથાના ભાગમાં ધોકા ઝીંકી દેતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ પરિવાર અને ગાંધીગ્રામ પોલીસને થતાં સ્ટાફ હોસ્પિટલે દોડી જાય ઘવાયેલા વૃધ્ધના પુત્ર વિશાલ ની ફરિયાદ પરથી ખૂનની કોશિષનો ગુનો નોંધી ત્યારે તેની અટકાયત કરી હતી.પરંતુ બીજી તરફ કિરીટભાઈ મોડી રાત્રે ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો એ કારણે પોલીસે અભય વિરુદ્ધ હત્યાની કલમનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
આરોપી અભયની પૂછતાછમાં જણાવ્યું હતું કે, તેની ઊંઘમાં ખલેલ પહોંચાડી હોવાથી તેને આ કૃત્ય આચર્યાની કબુલાત આપી હતી જે કેટલું તથ્ય છે તે જાણવા પોલીસે વધુ પુછતાછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે 2012માં અભય સામે માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો બાદ તેની માતા સાથે રહેવા લાગ્યો હતો પરંતુ દસ વર્ષ બાદ ફરી બીજો મર્ડર કરતા પોલીસે તેની અટકાયત કરી છે.
પોલીસ તપાસમાં વધુ જાણવા મળ્યું હતું કે મૃતક કિરીટભાઈ જીવન જીવતા હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે જેમાંથી પુત્રી આરતીના રાજકોટમાં જ લગ્ન થયા છે જ્યારે નાની પુત્રી તારા બેનના અમદાવાદ ખાતે લગ્ન થયા છે.વૃદ્ધના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.