10 કંપનીઓ પૈકી રિલાયન્સ સહિતની અન્ય 4 કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન 2.31 લાખ કરોડે પહોંચ્યું
સરકારના વિવિધ વિકાસ લક્ષી નિર્ણય ને ધ્યાને લઇ દેશની અર્થવ્યવસ્થામાં ઘણો સુધારો જોવા મળ્યો છે એટલું જ નહીં શેરબજારમાં પણ ઘણી કંપનીઓની સ્ક્રિપ્ટ ખૂબ જ સારું એવું વળતર પોતાના રોકાણકારોને આપી રહી છે. તારે ગત સપ્તાહમાં મિડકેપમાં 10 કંપનીઓ પૈકી ચાર કંપનીઓ નું માર્કેટ કેપિટલાઈઝેશન 2.31 લાખ કરોડે પહોંચ્યું જે ઐતિહાસિક પણ માનવામાં આવી રહ્યું છે. શેરબજારના તજજ્ઞોનું માનવું છે કે સતત બજાજ હકારાત્મક અભિગમ દાખવતા રિલાયન્સ સહિતની ચાર કંપનીઓના શેરમાં ખૂબ જ ઉછાળો નોંધાયો છે અને રોકાણ કારણે તેનો ઘણો એવો ફાયદો પણ મળ્યો છે.
બીજી તરફ મિડકેપમાં એચડીએફસી બેન્ક, હિન્દુસ્તાન યુનિલીવર ,એલ.આઇ.સી , એસબીઆઈ સહિતના શેરોનું ધોવાણ થયું હતું અને જે કુલ નુકસાન થયું છે તે 68140 કરોડ નોંધાયું છે. તો સામે ઇન્ફોસીસ નું માર્કેટ કેપિટલાઈઝેશન એમ કેપમાં ખૂબ જ વધ્યું છે. આગામી સમયમાં પણ આ તમામ શેરોના ભાવમાં ઉછાળો આવશે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં પણ માર્કેટ ની પરિસ્થિતિ ખૂબ જ સારી એવી રહેશે તેવા એંધાણ પણ જોવામાં આવી રહ્યા છે.