સામાન્ય રીતે આપણે કોઈ પણ મંડપમા એક લગ્ન થતા જોયા હશે પરંતુ દેવગઢબારિયાના સાલિયા ગામે એક યુવાકે એક જ મંડપમાં ૨ છોકરીઓ સાથે લગ્ન કર્યા હતા. આજે દરેક વ્યક્તિ કંઈક અલગ રીતે લગ્ન કરી રહ્યા છે. કોક પોતાની જાત સાથે તો કોઈ પોતાના કરતા નાના-અથવા તો ડબલ ઉંમરના લોકો સાથે પણ લગ્ન કરે છે. ત્યારે આ યુવકે પોતાની બન્ને પ્રેમિકા સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા હતા.
મળતી માહિતી મુજબ આ ઘટના દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના સાલિયા ગામની છે. જ્યાં રવિવારના રોજ યુવકે પોતાની બે પ્રેમિકા સાથે એક જ મંડપમાં એક જ સમયે લગ્નગ્રંથિથી જોડાઇને તેમને પોતાની વિધિવત પત્ની બનાવી હતી. આ બન્ને યુવતીઓ સાથે લગ્ન કરનાર યુવકનું નામ પરેશભાઈ છે. તારાબેન સાથે થોડાક વર્ષ પહેલાં પ્રેમ થઇ ગયો હતો. પ્રથમ પ્રેમ થયો હતો તેની સાથે પહેલાં અને બીજી વખત આંખ મળી હતી તેની સાથે પછી વરમાળા પહેરાવી હતી.
પરેશને આશા સાથે થોડાક વર્ષ પહેલાં પ્રેમ થયો હતો. જેથી તેઓ આશાબેનને પત્ની તરીકે રાખવા ઘરે લઇ આવ્યા હતાં. સુખી સંસારના પરિપાક રૂપે આશાબેને એક દીકરાને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ તારાબેન સાથે થોડાક વર્ષ પહેલાં પ્રેમ થઇ ગયો હતો. તેમને પણ પત્ની તરીકે ઘરમાં લઇ આવ્યા બાદ તારાબેને એક દીકરીને જન્મ આપ્યો હતો.