મોરબીના ઘુંટુ ગામે બાળકનું અપહરણ કરનાર શખ્સ પકડાયો
અબતક,ઋષી મહેતા, મોરબી
મોરબીના ઘુંટુ રોડ પરની ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે વેકેશન કરવા આવેલ 07વર્ષના ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજાને એ જ વિસ્તારમાં બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઇ જગોદરા 03જૂને સાંજે ગોલો ખવરાવવાના બહાને અપહરણ કરી લઈ ગયો હતો. ત્યારે જામનગર પોલીસે આરોપીને બાળક સાથે ઝડપીને મોરબી પોલીસને સોંપ્યો છે. અને મોરબી પોલીસ સવારે 06વાગ્યે આરોપીને મોરબી લઈ આવી છે અને બાળકને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યો છે.
બાળક તેના મામા રાજેશ શામજીભાઈ જોટાણીયાને ત્યાં વેકેશનમાં આવ્યો ત્યારે તેનું અપહરણ કરાયું હતું. જેથી પરિવાર પણ ચિંતિત બન્યો હતો. પોલીસ હાલ આરોપીની પૂછપરછ કરી રહી છે. પૂછપરછ બાદ જ અપહરણનું સાચું કારણ બહાર આવશે.
સૂત્રો માંથી મળતી માહિતી મુજબ આરોપી માનસિક સાયકો હોવાના કારણે આ પગલું ભર્યું હતું. જો કે આરોપી રાજેશે બાળકને ક્યાંય પણ ઇજા પહોચાડેલ નથી
અપહૃત બાળકને શોધવાની કામગીરીમાં મોરબી એલ.સી.બી. પો.ઇન્સ. એમ.આર.ગોઢાણીયા, મોરબી તાલુકા પો.સ્ટે. પો.ઇન્સ વીરલ પટેલ તથા પો.સ.ઇ.એન.બી.ડાભી, એન.એય ચુડાસમા, એ.ડી.જાડેજા, વી.બી.પીઠીયા તથા મોરબી એલ.સી.બી, પેરોલફર્લો સ્ક્વોડ, એ.એચ.ટી.યુ. તથા મોરબી તાલુકા પોલીસ સ્ટાફના કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરતા માત્ર 28કલાકમાં જ બાળકને શોઘવાની કામગીરીમાં સફળતા મળી હતી.