1927માં મૂંગી ફિલ્મોથી પૃથ્વીરાજ કપૂરે યાત્રા શરૂ કરીને તેને પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમ આરા’માં કામ કર્યું: બોલીવુડના પિતામહે છેલ્લે કલર ફિલ્મોમાં કામ કર્યું
મહાન કલાકાર પૃથ્વીરાજ કપૂરના ત્રણ પુત્રોમાં રાજકપૂર, શમ્મી કપૂર અને શશી કપૂર. હિન્દી ફિલ્મ જગતમાં પિતાના પગલે ચાલીને સારી ચાહના મેળવી હતી. કપૂર ખાનદાનમાં લગભગ બધા કલાકારો થયા, તેમના પુત્રો પણ કલાકારો થયા. આ બધામાં પોતાના બળ ઉપર મહેનત કરીને ઉછળકુદની આગવી ડાન્સ સ્ટાઇલથી શમ્મી કપૂર નામ ગુંજતું કર્યું છે. “યાહુ….ચાહે કોઇ મુજે જંગલી કહે” જેવા હીટથી તે જ્યાં જતાં ત્યાં ‘યાહુ’ના અવાજો કરતા હતા. તેમણે પોતાનું શેષ જીવન ગંગા કિનારે હરદ્વારમાં વિતાવ્યું હતું. એક જમાનો હતો ત્યારે વરસમાં બે-ત્રણ ફિલ્મો આવતી અને તે બધી હીટ થઇ જતી. તેમની અભિનય કલાની આગવી સ્ટાઇલ સાથે ગીતોમાં તેમનું બોડી લેંગ્વેજને કારણે તેમની ફિલ્મોને ચાર ચાંદ લાગી જતા હતા. તીસરી મંજીલ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
શમ્મી કપૂરનું મૂળ નામ શમશેર હતું. તેમનો જન્મ 21 ઓક્ટોબર 1931માં મુંબઇ ખાતે થયો હતો. 79 વર્ષે 14 ઓગસ્ટ-2011નાં રોજ તેમનું અવસાન થયું હતું. તેમની કારકિર્દીના સક્રિય વર્ષો 1948થી 2011 રહ્યા હતા. પ્રથમ પત્ની ગીતા બાલી હતી તેના 1965માં અવસાન થયા બાદ નીલાદેવી સાથે લગ્ન કર્યા હતા. શમ્મી કપૂરે 1953માં ‘જીવન જ્યોતી’ ફિલ્મથી શરૂઆત કરી હતી. કેટલીક ફ્લોપ ફિલ્મો બાદ 1957માં ‘તુમસા નહી દેખા’ ફિલ્મથી તેમની ચડતી થઇ હતી. જેમાં તેણે સ્ટાઇલીશ પ્લે બોય અને એક ડાન્સીંગ હિરોની શક્તિ બતાવી હતી. બોલીવુડમાં એક દુર્લભ પ્રકારની છબી ઉપસાવી હતી.
છેલ્લા 8 દશકાથી બોલીવુડમાં રાજ કરનાર ગ્રેટ શો મેન રાજ કપૂર, એલ્વિસ પ્રેસલીનું બિરૂદ મેળવનાર શમ્મી કપૂર અને ચોકલેટી હીરો શશી કપૂર: આજે તેમની ચોથી પેઢી અભિનય ક્ષેત્રે કાર્યરત છે: કપૂર ખાનદાનનાં લગભગ બધા જ કલાકારો ફિલ્મ લાઇનમાં આવ્યા
બાદમાં દિલ દે કે દેખો (1959), જંગલી (1961), પ્રોફેસર (1962), કાશ્મીર કી કલી (1964), તીસરી મંજીલ (1962), પછી તો બ્રહ્મચારી, એન ઇવનીંગ ઇન પેરીસ, પ્રિન્સ-અંદાજ જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું. તેમને માટે મોટા ભાગે મહમદ રફીએ ગીતો ગાયા હતા. શમ્મી કપૂર પણ કહેતા કે રફી સાહેબ મારા આત્માનો અવાજ છે. 1970 પછી તેના વજન વધારાના કારણે ફિલ્મો ઓછી મળવા લાગીને બહુ જ ઓછી ફિલ્મો તે જોવા મળતા હતા.
શમ્મી કપૂરે 1955માં અભિનેત્રી ગીતા બાલી સાથે લગ્ન કર્યાં હતા. તેને એક પુત્ર-પુત્રી હતા. બહુ ઓછાને ખબર હશે કે અભિનેત્રી ગાયિકા સલમા આગાના કાકા થાય છે. શમ્મી કપૂરે પ્રારંભે પૃથ્વી થિયેટર્સમાં પણ કામ કર્યું હતું. તેમની પહેલી ફિલ્મની હિરોઇન ચાંદ ઉસ્માની હતી. પ્રારંભની તેમની ફિલ્મોમાં રેલ કા ડિબ્બા (1953) નકાબ (1955) જેવી ફિલ્મોમાં મધુબાલા સાથે, લૈલા મજનુમાં નુતન અને ‘ઠોકર’માં શ્યામા સાથે હિરો તરીકે કામ કર્યું. બાદમાં નલિની જયવંત, સુરૈયા, મિનાકુમારી, સાથે ઘણી ફિલ્મોમાં હમ સબ ચોર હે, મેમ સાહબ, મિર્ઝા સાહિબાન જેવી ફિલ્મો કરી પણ તેમને ધારી સફળતા ન મળી હતી.
ફિલ્મીસ્તાનના બેનર તળે ‘તુમસા નહી દેખા’ અસલ શમ્મી કપૂર જામી ગયો. પછી તો 1960ના દશકામાં આશા પારેખ, સાયરાબાનું, શર્મિલા ટાગોર, સાધના જેવી ખ્યાતનામ હિરોઇન સાથે હિટ ફિલ્મો કરીને ‘જંગલી’ બાદ તો ફિલ્મ જગતમાં શમ્મી કપૂર છવાય ગયા. 1960ના પ્રારંભે કોલેજગર્લ, બસંત, બોયફ્રેન્ડ, સિંગાપુર, પ્યાર કિયા તો ડરના કિયા, કાશ્મીર કી કલી, જાનવર ઉજાલા, બ્લફ માસ્ટર જેવી ફિલ્મોને પોતાના અભિનયથી હિટ બનાવી હતી.
કપૂર ફેમિલીમાં પોતાના બળ ઉપર મહેનત કરી ઉછળ કૂદની આગવી ડાન્સ સ્ટાઇલથી શમ્મી કપૂરે યુવા દિલોમાં રાજ કર્યું: શેષ જીવન ગંગા કિનારે હરદ્વારમાં વિતાવ્યું
1968 ‘બ્રહ્મચારી’ ફિલ્મમાં અભિનય બદલ તેમને પહેલો શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. 1950થી 1970 સુધીમાં હિન્દી ફિલ્મ જગતમાં તે એકમાત્ર નૃત્ય નાયક હતા. શમ્મી કપૂર પોતાના ગીતમાં પોતાની સ્ટાઇલથી નાચતા તેને માટે કોરીયોગ્રાફરની જરૂરત ન રહેતી. પદ્યમીની સાથે સિંગાપુર ફિલ્મ કરી હતી. 1970ની શરૂઆતમાં તેમની કેટલીક ફિલ્મો ફેલ રહી જેમાં પ્રીતમ, જર્વાં મ્હોબત મુખ્ય હતી. તેમના વધતા વજનને કારણે ફિલ્મમાં રોમેન્ટિતક નાયકની ભૂમિકા ભજવવા તકલીફ પડતી હતી. આમ છતા પણ બાદમાં અંદાજ (1971), છોટે સરકાર (1974) જે તેમની છેલ્લી ફિલ્મ હતી.
ફિલ્મ ‘વિધાતા’માં દિલીપ કુમાર સાથે તેમનાં મિત્રનો ઉમદા રોલ કર્યો હતો. 1974માં મનોરંજન, બંડલ બાજ (1976)માં પણ કરી બધી બોક્સ ઓફિસ ઉપર ફેલ ગઇ હતી. 1982માં ‘વિધતા’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મ ફેર મળ્યો હતો. 1990માં શમ્મી કપૂરે ટીવી સિરીયલ ‘ચૈતન’ તથા શિકસ્ત પણ કામ કર્યું હતું. 2000 પછી પણ શમ્મીજીએ જાનમ સમજા કરો, દેવઆનંદની સેંસરને છેલ્લે 2006માં ‘સેંડવીચ’ ફિલ્મમાં કામ કર્યું હતું.
નિર્માતા-નિર્દેશક શક્તિ સામંત સાથે હિટ છ ફિલ્મો કરી હતી. જેમાં ચાયના ટાઉન, કાશ્મીર કી કલી, પગલા કહીં કા, સિંગાપુર તેમજ એન ઇવનિંગ પેરીસ જેવી ફિલ્મો સામેલ છે. શમ્મી કપૂરે બીજા લગ્ન ગુજરાતના ભાવનગર સ્ટેટના રાજવી પરિવારની નિલાદેવી સાથે કર્યા હતાં.
શમ્મી કપૂરને કોમ્પ્યૂટરનો ગાંડો શોખ હતો તે કલાકો સુધી ઇન્ટરનેટ ઉપર સર્ચીંગ કરતા હતા. તે ભારતના ઇન્ટરનેટ ઉપયોગ કર્તા સમુદાયના સંસ્થાપક અને ચેરમેન હતા. તેમણે વૈશ્ર્વિક સંગઠનની સ્થાપના કરવામાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. 1995 તેમને લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ, 2002માં આઇફા એવોર્ડ મળ્યો હતો. તેમણે 200થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની બ્રહ્મચારી અને વિધાતા શ્રેષ્ઠ ફિલ્મો હતી. તેમના પુત્ર આદિત્ય રાજકપૂરે પણ ફિલ્મ અને નિર્માણ ક્ષેત્રે જુકાવ્યું પણ બહું સફળતા ન મળી.
તે ભારતીય ફિલ્મ જગતના ‘એલ્વિસ પ્રેસ્લી’ તરીકે જાણીતા થયા હતા. શમ્મી કપૂરને અમિતાભ બચ્ચન પસંદ હતા. હિરોઇનમાં રાજશ્રી, શર્મિલા ટાગોર અને આશા પારેખ પસંદ હતી. તેમને ગમતી ફિલ્મોમાં ‘તુમ સા નહીં દેખા’ હતી. ગાયકોમાં રફી સાહેબને સંગીતકારોમાં ઓ.પી.નૈયર અને શંકર જય કિશન ખૂબ જ પસંદ હતા.
શમ્મી કપૂરની હિટ ફિલ્મો
- જંગલી
- ચાયના ટાઉન
- કાશ્મીર કી કલી
- રાજ કુમાર
- એન ઇવનિંગ ઇન પેરીસ
- બ્રહ્મચારી
- દિલ દેકે દેખો
- વિધાતા
- પ્રિંસ
- તુમસે અચ્છા કૌન હે
- તુમસા નહી દેખા
- તીસરી મંજીલ
- પ્રોફેસર
- જાનવર
- કોલેજગર્લ
- બ્લફ માસ્ટર