ઉત્તરાખંડમાં આજે સાંજે ગોઝારો અકસ્માત થયો હતો જેમાં 22 લોકોના મોત થયા છે.યમુનોત્રી જઈ રહેલી પ્રવાસીઓથી ભરેલી બસ ખીણમાં ખાબકી હતી જેમાં 22 લોકોના મોત થયા છે.
મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી યાત્રીઓ યમુના જવા રવાના થયા હતા. બસમાં કુલ ૨૮ લોકો સવાર હતા. ત્યાં તેમને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો.યમુનોત્રી નેશનલ હાઈવે પર દામટા પાસે ખીણમાં ખાબકી હતી જેમાં 22 લોકોના મોત થયા હતા.
200 મીટર ઉપરથી ખીણમાં ખાબકી બસ
28 પ્રવાસીઓ ભરેલી બસ 200 મીટર ઉપરથી ખીણમાં ખાબકી હતી અત્યાર સુધી 22 લોકોના મોત થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી હતી. પોલીસને જાણ થયા બાદ પોલીસ અને એસડીઆરએફ ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. મોતનો આંકડો હજુ કરી શકે તેવી શક્યતા છે.
પીએમ મોદીએ દુર્ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી મોદીએ ઉત્તરાખંડ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. સરકારે મૃતકોને 2-2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે.
અમિત શાહે ટ્વિટ કર્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે મુખ્યમંત્રી ધામી સાથે ફોન પર વાત કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને ઘાયલોના જલદીથી સાજા થવાની પ્રાર્થના કરી હતી.