અર્બન ગુજરાતી ફિલ્મ નો ચાહક વર્ગ વધી રહ્યો છે. બોલિવુડના દિગ્દર્શકો અને કલાકારોનો ગુજરાતી ફિલ્મો તરફ ઝુકાવ વધ્યો છે. અને તેમાં પણ રોમ કોમ ફિલ્મો દર્શકોને હાલ ખૂબ જ પસંદ આવી રહી છે.
ડિરેક્ટર ધર્મેશ મહેતા જેઓ તેમની ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ માટે જાણીતા છે, તેઓ હવે તેમની ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’ લઈને આવ્યા છે. તેઓ તેમની અલગ અલગ ટોપીક પર ની ફિલ્મો માટે જાણીતા છે, આ ફિલ્મનુ પ્રોડકશન પણ તેમણે જ કર્યું છે. ફિલ્મમમાં જોની લીવર, જીમિત ત્રિવેદી, હાર્દિક સાંગાણી, પૂજા જોશી, અનંગ દેસાઈ, સાંચી પેશ્વાની, મોનાઝ મેવાવાલા, સંગીતા ખનાયત જેવા ટેલેટેન્ડ એક્ટર્સ છે. ફિલ્મ લાફટર ડોઝ વધારે તેવી છે.
બોલિવુડ ફેમ અમિત આર્યન ફિલ્મના સ્ક્રીનરાઈટર છે, જ્યારે ડાયલોગ બોલિવુડના ટેલેન્ટેડ ડિરેક્ટર અને રાઈટર સંજય છેલ એ લખ્યા છે. ફિલ્મ ‘જયસુખ ઝડપાયો’ ફન અને એન્ટરટેન્મેન્ટથી ભરપૂર છે.ફિલ્મની શરૂઆતથી અંત સુધી હળવી સ્માઇલ થી લઈને ખડખડાટ હાસ્ય દર્શકોનાં ચહેરા પર રહેશે તેમ મૂવી જોનારાનું કહેવું છે.
ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો દેવું ઉતારવાં ગામડેથી જયસુખ એટ્લે કે જીમીત ત્રિવેદી અમદાવાદ આવે છે ત્યાં તે લવ ટ્રાયએંગલમાં ફસાઈ જાય છે. તેને તેની કલિગ એટ્લે કે પૂજા જોશી સાથે પ્રેમ થઇ જાય છે પણ તે જે સાડીઓની દુકાનમાં કામ કરે છે તેનો માલિક ઇચ્છે છે કે જયસુખનાં લગ્ન તેની બહેન સાથે થાય. આ ફિલ્મમાં જોની લિવર ‘જયસુખ’નાં માલિકનો રોલ કરે છે જેનું નામ ‘મનસુખ’ છે. ફિલ્મની વાર્તા લવ ટ્રાયએંગલ અને તેને કારણે થતી કોમેડીની આસપાસ ફરે છે. ફિલ્મનું શુટીંગ મુંબઈ, અમદાવાદ અને કાશ્મીર જેવા શહેરોમાં માત્ર 16 દિવસમાં જ પુરુ કરવામાં આવ્યું છે. આ ટાઈપ ની સ્ટોરી તમે બૉલીવુડ માં જોઈ હશે પરતું આ ફિલ્મના કલાકારોની એક્ટિંગ અને સિચુએશનલ કોમેડી સિન્સ ના કારણે એક યાદગાર રોમ કોમ બની છે.
આ ફિલ્મનું ટાઈટલ સોન્ગ જયસુખ ઝડપાયોમાં સુખવિન્દરસિંહે પોતાનો સ્વર આપ્યો છે. આ તેમનું પહેલું ગુજરાતી ગીત છે. બીજુ સોન્ગ નોટિ નોટિમાં ભૂમી ત્રિવેદીએ અવાજ આપ્યો છે અને ‘આંખો ને આરે’ રોમેન્ટિક ડ્યુએટ છે, જાવેદ અલી અને પલક મુંછાલ ના આ સોંગનું શૂટિંગ કાશ્મીરની વાદીઓમાં થયું છે.
જેમને રોમેન્ટીક કોમેડી કે પછી લવ ટ્રાએંગલ વાડી કોમેડી પસંદ આવે તેમને આ ફિલ્મ ની સ્ટોરી ખૂબ જ ગમશે. ફિલ્મ નો સેટ અને બેકગ્રાઉંડ અને ખાસ કરીને કાશ્મીરમાં શુટ કરાયેલા દ્રશ્યો જોરદાર છે. ફિલ્મ ની કોમેડી તમને પેટ પકડીને હસાવશે.