વિવિધ તકલીફોના વાડાને પાર કરી વિદ્યાર્થીઓ સફળતા મેળવી: વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી
ગુજર ાતનું ધો. 1ર સામાન્ય પ્રવાહનું પરિણામ 86.91 જાહેર થયું છે. જેમાં રાજકોટ કેન્દ્રનું 88.72 ટકા પરિણામ આવ્યું છે. મહત્વની બાબત એ છે કે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક દ્વારા ચાલતી ખાનગી શાળાઓ રેકોર્ડ બ્રેક પરિણામ જોવા મળ્યું છે. ખાસકરીને મોદી સ્કુલમાં વિઘાર્થીઓની મહેનત રંગ લાવી છે ત્યારે વિઘાર્થીઓએ શાળાના પ્રિન્સીપાલ તથા શિક્ષકોને યશના અધિકારી ગણાવ્યા છે. વિઘાર્થીઓ પણ ખુબ પ્રેરણાત્મક અનુભવી રહ્યા છે.
મોદી સ્કુલના બોર્ડમાં પ્રથમ આવેલા વિઘાર્થી ભાર્ગવ દેસાઇ એ પોતાનું મંતવ્ય રજુ કર્યુ અને જણાવ્યું કે, સફળતાની ચાવી ફકત મહેનત જ છે. જેનાથી તમે કોઇપણ સિઘ્ધી હાંસિલ કરી શકો છો. સાથોસાથ મોદી સ્કુલની વિઘાર્થીની અમી પાલાએ શારીરિક અશકિતને મ્હાત આપી બોર્ડ પરિક્ષામાં વિજય મેળવ્યું છે.
યોગ્ય માર્ગદર્શન અને પ્રશિક્ષણ વિઘાર્થીઓની સફળતા પાછળનું સૌથી મોટું પરિબળ: રૂગવેદસિંહ ચુડાસમા
મોદી સ્કુલમાં અભ્યાસ કરતા રૂગવેદસિંહ ચુડાસમાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મને જે પરિણામ મળ્યું છે, તેની પાછળ સફળતાનો શ્રેય શાળાને જાય છે. કારણ કે નિયમીત પરીક્ષા, તેનું અવલોકન કરવામાં આપતું હોવાથી વધુ મહેનત કરવાનો મોકો મળ્યો જે પરિણામે સફળતા અંકે કરવામાં કારગત નિવાર્ણ. દરરોજ બે બે પેર લખાવી લેખીત કલા વિકસાવવામાં આવતી હતી. અંતમાં તેઓએ કહ્યું હતું કે યોગ્ય માર્ગદર્શન મળે તો કોઇપણ વિઘાર્થી સફળતા અંકે કરી શકે છે.
વિવિધ તકલીફો વેઠવા છતાં વિઘાર્થીઓને તેમના પરનો ભરોસો પરિણામલક્ષી નિવડયો: નિલેશ સેંજલીયા
મોદી સ્કુલમાં પ્રિન્સીપાલ નીલેશભાઇ સેંજલીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દર સામાન્ય પ્રવાહનું જે પરિણામ જાહેર થયું છે તેની સફળતા પાછળ શાળાના શિક્ષકો વાલીઓ અને વિઘાર્થીઓની સંયુકત મહેનતથી આ પરિણામ મળ્યું છે. વિવિધ તકલીફોને ભોગવવા છતાં પણ વિઘાર્થીઓને તેમના પરનો ભરોષો પરિણામ સુધી પહોચ્યો છે.
યોગ્ય અને નિયમિત શેડયુલ પાડવામાં આવે તો સફળતા મળે: ભાર્ગવ દેસાઇ
મોદી સ્કુલમાં અભ્યાસ કરતા ભાર્ગવ દેસાઇએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે બોર્ડમાં ટોપ કર્યાનો મને ખુબ જ આનંદ છે અને માતાને પણ ગૌરવ થયો છે. સાથો સાથ શાળાનો પણ આભાર માનું છું. કે મને ખુબ જ સારી રીતે બોર્ડની તૈયારી કરાવી. બોર્ડમાં સફળ થવા પાછળ મુખ્ય કારણ એ છે કે વિઘાર્થીઓને તેમનું નિયમ શેડયુલ પાડવું જોઇએ જેથી ધારી સફળતા મળી શકે. રેગ્યુલર પ્રેકટીસ કરી હોવાથી મને જે પરીણામ મળ્યું છે તે અકલ્પનીય છે અંતમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ આગામી સમયમાં ચાટર્ડ એકાઉન્ટનટ બનવા માંગે છે.