સ્વામી વિવેકાનંદ એક એવું વ્યક્તિત્વ છે જેણે માત્ર ૩૯ વર્ષની એક ઉમદા જીવન જીવી બતાવ્યું હતું. અને તેનાં જીવન આદર્શો આજે પણ ક્યાંકને ક્યાંક આપણાં જીવનને લાગુ પડતાં હોય છે. અને ક્યારેક કોઇ એવી પરિસ્તિતિમાં સ્વામી વિવેકાનંદના રસ્તે પણ ચાલતાં હોઇશું. ત્યારે અહીં જોઇશું કે કેવું જીવન જીવ્યા હતા સ્વામી વિવેકાનંદ અને તેમના જીવનમાંથી શું પ્રેરણા મળે છે હકારાત્મક જીવન જીવા અંગેની…..વાંચન મનુષ્યનાં જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે ત્યારે વાંચન માટે એકાગ્રતા અને એકાગ્રતા માટે ધ્યાન જરુરી છે. ધ્યાન કરવાથી ખૂબ મોટો ફાયદો ઇન્દ્રીઓને થાય છે જે સ્વામી વિવેકાનંદનો જીવનમંત્ર હતો. તદ્ ઉપરાંત આ દિવસમાં ઓછામાં ઓછુ એકવાર આપણી જાત સાથે વાત કરવી જોઇએ. સ્વામી વિવેકાનંદનું માનવું હતુ કે આપણે જાત સાથે વાત કરવી જોઇએ જે એક સૌથી બુધ્ધિશાળી વ્યક્તિત્વ ધરાવે છે.
જે વ્યક્તિ તમારી મદદે આવે છે તેને કોઇ દિવસ ભૂલવી ન જોઇએ. જેની સાથે કોઇ અવ્યવહાર કે તેની સાથે કોઇ દિવસ ઇર્ષ્યા ન રાખવી જોઇએ તેમજ જે લોકો તમારા પર પૂરો ભરોસો રાખે છે તેને વિશ્ર્વાસઘાત ક્યારેય ન કરવો જોઇએ.
આપણાં મગજને, મનને ઉચ્ચ વિચારો, શુધ્ધવિચારોથી ભરપૂર રાખો જેથી એક મહાન કાર્ય કરવા તમે સક્ષમ બનશો.
જ્યાં સુધી તમે તમારી જાત ઉપર ભરોસો નહિં રાખો ત્યાં સુધી બીજા કોઇ કોઇ ઉપર ભરોસો નહિં રાખી શકો. તેવું પણ સ્વામી વિવેકાનંદનું વિચારોમાંથી દર્શાતુ હતું. માનવતા અને સેવાએ દરેક ધર્મનો અંતિમ સંદેશ છે. જેથી દરેક ધર્મનો અભ્યાસ કરવો પણ જરુરી છે. કોઇપણ વસ્તુ જે તમને શારિરીક, માનસિક રીતે નબળી પાડે છે તેને ઝેરની જેમ ત્યાગ કરતા શીખો. કોઇને પણ આપણી નબળાઇ ન બનવા દો. વિચારોનું જીવનમાં મહત્વ એટલું રહેલું છે કે શબ્વો પછી નીકળે છે વિચારો પહેલાં આવે છે. તેમજ વિચારો જીવંત રહે છે ત્યારે શબ્દો યાત્રા કરે છે જેથી હંમેશા શુધ્ધ વિચારો કરો. અને અંતે સ્વામી વિવેકાનંદનો જીવનમંત્ર રહેલો હોય તેવો વિચાર જે આજે આદર્શ બન્યો છે. ઉઠો……જાગો…..અને ધ્યેય પ્રાપ્તી સુધી મહેનત કરો…..!!!
જીવનમાં જો આટલુ કરશો ને તો પણ કંઇક અંશે જીવ્યા હશો તેવું અનુભવ જરુર થશે.