છેલ્લી ત્રણ સદીથી સસ્તું અને સરળ અવરજવર માટેનું સાધન સાયકલ છે. પહેલા પણ સાયકલ સ્ટેટ્સ ગણાતી હતીને આજે પણ (મોંઘીદાટ) સાયકલ સ્ટેટ્સ ગણાય છે. દુનિયાની પ્રથમ સાયકલ 1817માં બની હતી. જેમાં પૈંડલ ન હતા. વિશ્ર્વના તમામ દેશો આજે વિવિધ પ્રકારે ઉજવણી કરીને આજનો દિવસ ઉજવે છે.
સાયકલ પ્રવાસનો અનેરો આનંદ હોય છે. તેથી ઘણા યુવાનો પર્યાવરણ, વૃક્ષારોપણ, રક્તદાન કે એઇડ્સ, કેન્સર જાગૃત્તિ માટે સાયકલનો પ્રવાસ કરતા હોય છે. ર018થી વિશ્ર્વમાં ઉજવાતા સાયકલ દિવસ અન્વયે આજે પણ ર1મી સદીમાં ઘણા પરિવારોનો સ્ટેટ્સ સિમ્બોલ છે. આજે વિશ્ર્વ સાયકલ દિવસે તેના ઉપયોગથી ઘણા બધા રોગો સામે આપણને રક્ષણ મળે છે.
સાયકલ ચલાવવી તે માત્ર પર્યાવરણ માટે જ નહી પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. સાયકલથી ડાયાબિટીસ કાબૂમાં રહે, વજન નિયંત્રિત રહે, ટ્રેસ ઘટાડી શકાય, ફેફ્સા મજબૂત રહે જેવા ઘણા ફાયદાઓ છે. વર્ષો પહેલા કે આજેપણ પગ કે ગોઠણ છોલાયા વગર સાયકલ કોઇને આવડી જ ન શકે. સાયકલ ચલાવવાથી શારીરીક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારી છે.
રોજ અડધો કલાક સાયકલ ચલાવવાથી પેટની ચરબી ઓછી થાય છે. તે હૃદ્ય, રક્તવાહીનીને પણ સ્વસ્થ રાખે છે. સાયકલ ચલાવાથી પ્રતિકારશક્તિ સારી રીતે વર્ક કરે છે. એક જાણકારી મુજબ 1418માં ઇટાલિયન ઇજનેરે 4 વ્હીલ, એક દોરડું અને ગીયર પુલની મદદથી સૌપ્રથમ સાયકલ બનાવવાનો પ્રયાસ કર્યો હતો, બાદમાં 1817માં બનેલી સાયકલ આજે પણ ચાલી રહી છે.