ભાજપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત મેયર બંગલા ખાતે બેઠક યોજાઈ
પ્રદેશ ભાજપની યોજના અનુસાર આગામી વિધાનસભા ચૂંટણી અતંર્ગત પ્રદેશ ધ્વારા નિશ્ર્ચિત કરેલા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત શહેર ભાજપ ધ્વારા મેયર બંગલા ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અધ્યક્ષ્ાતામાં અને સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયના મંત્રી અરવીંંદ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, કશ્યપ શુકલ, રક્ષ્ાાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, રાજુભાઈ બોરીચાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, મહામંત્રી નરેન્દ્રસિહ ઠાકુર તથા નિતીન ભુતએ વિવિધ કાર્યક્રમો અંતર્ગત માહિતી આપી હતી. આ બેઠકનું સંચાલન જીતુ કોઠારીએ તેમજ અંતમાં આભારવિધિ કિશોર રાઠોડએ કરી હતી.
આ બેઠકમાં વિસ્તૃત કાર્યક્રમોની માહિતી આપતા કમલેશ મીરાણીએ જણાવેલ કે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ પ્રદેશ ભાજપની યોજનાનુસાર અનેકવિધ કાર્યક્રમોની હારમાળા સર્જાઈ રહી છે ત્યારે ખાસ કરી કળીમાંથી કમળ બનેલી પાર્ટી આજે નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને જે.પી. નડૃાજીના નેતૃત્વમાં 17 કરોડ સભ્યો સાથે વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટીમાં આગામી તા.16 જૂનથી પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે રાજકોટ મહાનગરમાંથી વધુને વધુ યુવાનો, શુભેચ્છકો અને જ્ઞાતિના આગેવાનો પાર્ટીની વિચારધારા સાથે જોડાય તે માટે આયોજનબધ્ધ કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.
તેમજ ભારતીય જનતા પાર્ટી હંમેશા સૌનો સાથ અને સૌના વિકાસમાં માનનારી પાર્ટી છે ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણી લોકોના સાથ અને સહયોગથી યોજાય તે માટે ચૂંટણી આજીવન સહયોગનો પ્રારંભ તા. 6 જુલાઈથી ગુજરાતભરમાં કરવામાં આવનાર છે તેમજ જુના માસમાં યોજાનાર અનેકવિધ કાર્યક્રમોની માહિતી આપી હતી. આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્યક્ષ્ા અનીલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, રમેશભાઈ જોટાંગીયા, રાજ ધામેલીયા સહીતનાએ જહેમત ઉઠાવી હતી.