સાંભળતા અચરજ થાય પરંતુ આ એક સત્ય છે. વોશિંગનમાં ડોલ્ફિન, સીલ અને માછલીઓ જેવા સમુદ્રી જીવો ઘુસણખોરોને સબ કે શિખવવાં દરિયામાં કમાન્ડોની જેમ પહેરો આપે છે. તેટલુ જ નહી દુશ્મને બિછાવેલી બારૂદી સુરંગોને આંખના પલકારામાં શોધી કાઢે છે. રશિયા અને અમેરિકા આ પ્રકારના સમુદ્રી જીવોને પ્રશિક્ષણ આપવાનું અત્યંત ગુપ્ત કેન્દ્ર ચાલે છે. અહીં સમુદ્રી જીવોને તાલીમ આપવામાં આવે છે.
અમેરિકા પણ સેન્ટડિઆગો કેલિફોર્નિયા ખાતે મિલિટરી ડોલ્ફિન ધરાવે છે. ૨૦૦૩માં ઇરાક વાર દરમ્યાન અમેરિકાએ ડોલ્ફિન દરિયામાં ઉતારી હતી. ૧૯૯૦ના દસકાની શરુઆતમાં પોતનાશક મિસાઇલ મિદવેદકામાં એક પરિક્ષણ દરમ્યાન ટોરપિંડો દરિયામાં પડી ગયો હતો. જે નેવીના તરવૈયાઓ પણ શોધી શક્યા ન હતા ત્યારે રશિયન ફિસ ફોર્સની ડોલ્ફિન માછલીએ થોડાક સમયમાં જ ગુમ ટોરપિન્ડોને શોધી કાઢ્યો હતો.