ઉનાળુ વેકેશન પુરુ થવા આવ્યું. હવે બોર્ડની પરીક્ષાના રિઝલ્ટની રાહ જોવાઇ રહી છે. ત્યારે શિક્ષણમંત્રી દ્વારા પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા ૪ જુનના રોજ ધોરણ ૧૨ અને ૬ જુનના રોજ ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે.

આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં રાજ્યભરમાંથી પરીક્ષા માટે 8 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ધો ૧૦નું પરિણામ તમામ વિદ્યાર્થીઓ સવારે ૦૮ કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જાણી શકાશે.

આ રીતે ચેક કરો રિઝલ્ટ

સ્ટેપ 1- પરિણામ જોવા માટે, સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB HSC Result 2022 અથવા GSEB SSC Result 2022 લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર દાખલ કરો.
સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
સ્ટેપ 4- GSEB Result 2022 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.