રાજકોટ ડિવિઝનમાં 30,838, મોરબી ડિવિઝનમાં 11,168 અને ગોંડલ ડિવિઝનમાં 22,348 દિકરીઓના બેંક ખાતા ખોલાયા
શ્રેષ્ઠ સમાજની પરિકલ્પનાને સાર્થક કરવા માટે શ્રેષ્ઠ વિચારધારા પર ચાલવું અત્યંત આવશ્યક છે . ત્યારે સમાજમાં રહેતા દરેક વર્ગની વ્યક્તિના ઉન્નત જીવન માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આગવી વિચારધારા સાથે કામ કરી રહી છે . જે અન્વયે દીકરીનું જીવન સુખ – સમૃધ્ધિથી સભર રહે તે માટે ભારત સરકારે સુક્ધયા સમૃધ્ધિ યોજના ” અમલી બનાવી છે.
રાજકોટ ડિવિઝન પોસ્ટ ઓફિસના એ.એસ.પી. કૈરવભાઈ જસાણીએ ” સુક્ધયા સમૃધ્ધિ યોજના ” ની રાજકોટ જિલ્લાની કામગીરી અંગે વિગતો આપતાં જણાવ્યું હતું કે , આ યોજના રાજકોટ ડિવિઝન , મોરબી ડિવિઝન અને ગોંડલ ડિવિઝન એમ ત્રણેય ડિવિઝન દ્વારા કાર્યરત આ યોજના દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઘણી અસરકારક છે અને લોકોનો પ્રતિસાદ પણ સારો મળી રહ્યો છે . રાજકોટ જિલ્લાની આશરે 64 હજારથી વધુ દીકરીઓએ સુક્ધયા સમૃધ્ધિ યોજના ” નો લાભ લઈ રહી છે . જેમાં રાજકોટ ડિવિઝનમાં 30,838 , મોરબી ડિવિઝનમાં 11,168 અને ગોંડલ ડિવિઝનમાં 22,348 દીકરીઓના ખાતા નોંધાયેલા છે . દીકરીઓને 7.6 ટકાના દરે ચક્રવૃધ્ધિ વ્યાજ ચુકવવામાં આવી રહ્યું છે .
આ યોજના અંગે ગોંડલ ડિવિઝન પોસ્ટ ઓફિસના એ.એસ.પી. અમિતભાઈ જોબનપુત્રાએ જાણકારી આપતાં કહ્યું હતું કે , 22 જાન્યુઆરી , 2015 થી શરૂ થયેલી સુક્ધયા સમૃધ્ધિ યોજના ” નો લાભ મેળવવા માટે 0 થી 10 વર્ષની વચ્ચે દીકરીનું પોસ્ટ ઓફિસ કે અધિકૃત કરેલી બેંકમાં ખાતું ખોલાવવું આવશ્યક છે . જેમાં ખાતું ખોલાવ્યાથી 15 વર્ષ સુધી પૈસા ભરી શકાય છે . અને ખાતું ખોલાવ્યા બાદ 21 વર્ષે આ ખાતું પરિપક્વ થાય છે .
આ ખાતામાં દર વર્ષે ઓછામાં ઓછી 250 થી વધુમાં વધુ 1 લાખ 50 હજારની રકમ જમા કરાવી શકાય છે . ઉલ્લેખનીય છે કે , દર વર્ષે રકમ જમા કરાવવી આવશ્યક છે . જમા રકમ ઉપર 80 – સી હેઠળ ટેક્સની છુટ પણ મળે છે . તેમજ ઉચ્ચ અભ્યાસ માટે જમા રકમના 50 % નાણાં ઉપાડી શકાય છે , અને લગ્ન માટે દીકરીની ઉંમર 18 વર્ષ થાય ત્યારે ખાતું વહેલું બંધ કરાવી જમા રકમ ઉપાડી શકાય છે . અન્યથા ખાતાની મુદ્દત ખોલાવ્યા ત્યારથી 21 વર્ષ ની હોય છે . ઉપરાંત નવા નિયમ મુજબ એક કુંટુંબની બે દીકરીઓનું જ ખાતું ખોલવવાની જોગવાઈ છે . આ યોજનાનો લાભ નજીકની પોસ્ટ ઓફિસ અને સરકાર દ્વારા અધિકૃત કરેલી બેંકમાં દીકરીના જન્મનું પ્રમાણપત્ર અન રહેણાંકના પુરાવા રજુ કરીને ફોર્મ ભરીને મેળવી શકાય છેે.