અનેક રજુઆત કરવા છતાં પગલા ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ
ટંકારા પંથકમાં આડેધડ ખડકી દેવાયેલી પવનચકીઓ પર્યાવરણ અને ખેતી માટે જોખમકારક હોવાની અનેક રજુઆતો અગાઉ કરવામાં આવી હતી. પણ તંત્ર સાથે મિલી ભગત હોય એમ હજુ આ પવનચકકી વાળાઓનો વાળ વાંકો થયો નથી. અનેક રજુઆત કરવા છતાં તંત્ર પગલાં ન ભરાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
ટંકારાના ગ્રામ્ય વિસ્તારોના લોકોના જણાવ્યા મુજબ ટંકારા તાલુકાના અનેક ગામોમાં પવનચકકી વિરુદ્ધ ફરિયાદ અંને રજૂઆત કરી હોવા છતાં જીલ્લા કક્ષાએથી મીલી ભગત હોય એમ કોઈની ફરીયાદ ધ્યાનમાં લેવામાં આવતી નથી અને રજુઆત બારોબાર ટોપલા પેટીમાં નાખી દેવાતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે.પર્યાવરણ અને ખેતી માટે જોખમકારક પવનચક્કી સામે રજુઆત અને ફરિયાદ થવા છતાં તંત્ર પગલાં ભરતું ન હોય તંત્રની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, આ ગંભીર બાબતે પોલીસને આગળ ધરી કામ ઉતારી દેવાય છે જો કોઈ લિગલી વાંધો ઉપાડે તો ખાખીનો ડર દેખાડી કંપની એનુ કામ પાર પાડી દે ત્યારે સવાલ એ પણ ઉદભવે છે કે શું પોલીસ લિગલી બંદોબસ્તમાં જાય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના બાના હેઠળ કંપનીનુ કામ પતાવવા તેવો વેધક સવાલ ઉઠ્યો છે. જો કે આ બાબતે જિલ્લા કક્ષાએ પણ રજુઆત થઈ છે. છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. એથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ ગંભીર બાબતે પોલીસને આગળ ધરી કામ ઉતારી દેવાય છે જો કોઈ લિગલી વાંધો ઉપાડે તો ખાખીનો ડર દેખાડી કંપની એનુ કામ પાર પાડી દે ત્યારે સવાલ એ પણ ઉદભવે છે કે શું પોલીસ લિગલી બંદોબસ્તમાં જાય છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના બાના હેઠળ કંપનીનુ કામ પતાવવા તેવો વેધક સવાલ ઉઠ્યો છે.