સ્ટેટ બાર કાઉન્સિલના ચુંટાયેલા સીનીયર સભ્યોને નોમીનેટ કરવાની પ્રથાને વિના કારણે વિવાદ ન કરવો જોઇએ
બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં સભ્ય તરીકે નોમીનેટ ક2વા સબંધે છેલ્લા ઘણા વર્ષોથી સ્ટેટ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં એવી પ્રથા પાડવામાં આવેલ છે , અઢી અઢી વર્ષ માટે હોદા ધારણ કરવાની દિલીપ પટેલ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં છેલ્લા 15 વર્ષમાં ઘણા હોદાઓ અઢી-અઢી વર્ષ માટે ધારણ કરેલા છે. આ અઢી અઢી વર્ષ માટે હોદો ધારણ કરવાની ક2વામાં આવેલી પ્રથા સર્વ સંમતિથી નિયત થયેલી પ્રથા છે અને તેની અવગણના ભારતીય જનતા પાર્ટીનો કોઈ શિસ્તબધ્ધ કાર્યકર કરી શકે નહી.
દિલીપ પટેલ બીજી વખત ચૂંટાયેલ ત્યારે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની બોડીની પ્રથા અને સમજુતી પ્રમાણે સીનીયર મેમ્બર વિજયભાઈ પટેલ અને મનોજભાઈ અનડકટ બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સભ્યપદ માટે નોમીનેટ થવા હકકદાર હોવા છતાં અભયભાઈએ આપેલા વિશ્વાસ અને ખાત્રીના કારણે આ સીનીયર મેમ્બરની પણ અવગણના કરી દિલીપ પટેલને અઢી વર્ષ માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે ગુજરાત બાર કાઉન્સીલે નોમીનેટ કરી મોકલેલા અને બાર કાઉન્સીલ ના હાલના તમામ સભ્યો એ હકીકત જાણે છે કે દિલીપ પટેલ અઢી વર્ષ બાદ આ હોદા ઉપરથી પરત ફરી અને બીજા સીનીયર સભ્યને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સભ્ય તરીકે નોમીનેટ કરવામાં સમર્થન કરશે.
પરંતુ અહીંયા પરિસ્થિતિ વિપરીત બનેલ છે અને દિલીપ પટેલે તેમના ગુરૂ તથા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિશ્વસનીય અને પ્રેરણાશ્રોત સ્વ. અભયભાઈ ભા2ધ્વાજે બધાની હાજરીમાં આપેલા વિશ્વાસનો ભંગ કરેલ છે અને સાથે સાથે ભાજપની આબરૂ પણ ખરડાય તે રીતે વર્તન કરી બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના હોદાની સમયમર્યાદા સબંધે પોતે આ હોદા ઉપર ચીટકી રહેવા માટે ખોટો વિવાદ ઉપસ્થિત કરેલો છે . બાર કાઉન્સીલ ઓફ ગુજરાત કે જે દરેક વકીલની માતૃ સંસ્થા છે. તેની ગરીમા લાજે તે રીતનું વર્તન કરેલ છે અને પરીણામે સમગ્ર ગુજરાતના વકીલો દિલીપ પટેલના આવા વર્તનથી નારાજ થયેલ છે.
સીનીયર અને ભાજય અગ્રણી એડવોકેટ અર્જુન પટેલ પણ દિલીપ પટેલના આવા વર્તનને સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે અને જરૂર પડ્યે આક્રમક વલણ અખત્યાર કરવાની પણ ચીમકી ઉચારેલ છે. વધુમાં અર્જુનભાઈ પટેલે જણાવેલ છે કે અમારી માતૃ સંસ્થા સામે અને તેના નિર્ણયોની સામે તેમજ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટનો ભંગ કરનારની સામે કોઈપણ રીતે હળવાશથી જોઈ શકાશે નહી અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સભ્યપદ ઉપર ચીટકી રહેવા માટેની સતા-લાલચા ના કારણે ભાર કાઉન્સીલ ઓફ ગુજરાતને કાનૂની વિવાદમાં લઈ જવામાં આવશે તો સમગ્ર ગુજરાતના વકાલો આક્રમક પગલા લેવાની પણ માંગ ક2શે.
સીનીયર અને ભાજપ અગ્રણી એડવોકેટ અર્જુનભાઈ પટેલે વધુમાં એવું પણ જણાવેલ છે કે દિલીપ પટેલે અનેક વખત બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના લેટરહેડ નો દુરુપયોગ કરી વિવિધ જગ્યાએ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના હોદાની સતાનો દુરુપયોગ કરી વકીલોને ગેરમાર્ગે દોરેલ છે અને જયુડીશીને પણ પ્રેસરાઈઝ કરવાનો અનેક વખત પ્રયત્ન કરેલ છે.
પરંતુ આ સમય દરમિયાન કોરોનાકાળ આવતા તેઓને વધુ એક વર્ષ માટે સ્ટેટ બાર કાઉન્સીલ ઓફ ગુજરાત ધ્વારા બાર ઓફ કાઉન્સીલ ઈન્ડિયામાં ચાલુ રાખવામાં આવેલા અને હવે દિલીપ પટેલને પરત આવી અન્ય સીનીયર સભ્ય માટે તક આપવા જણાવતા દિલીપ પટેલની સતા-લાલસા અને ખુરશીનો મોહ એટલી બધી વધી ગયેલ કે તેઓએ સ્ટેટ બાર કાઉન્સીલના સભ્યોને અઢી વર્ષ બાદ પરત આવવા માટે આપેલ વચનનું પાલન ન કર્યુ અને પરીણામે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના 10 થી વધારે સભ્યોએ તા.23/05/2022 ના રોજ મીટીંગ કરી એકસ્ટ્રા ઓર્ડીનરી મીટીંગ બોલાવી સદરહું મીટીંગમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સભ્યપદેથી દિલીપ પટેલને રીકોલ કરી તેની જગ્યાએ સ્ટેટ બાર કાઉન્સીલના વરીષ્ઠ અને હકકદાર સભ્યને મોકલવા માટે ઠરાવ કરવાનું નકકી કર્યું. આ તા.23/05 2022ની મીટીંગમાં દિલીપ પટેલ વર્ચ્યુઅલી હાજ2 2હેલા. જેથી સમગ્ર બાબત તેઓની જાણમાં હોવાથી તેઓએ આ મળનારી મીટીંગની હકીક્ત બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયામાં જણાવતા બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સેક્રેટરીએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને આવી મીટીંગ ન યોજવા માટેની ફકત વિનંતી કરેલી.
જેને દિલીપ પટેલ કાયદાની ભાષામાં બી.સી.આઈ. નો સ્ટે ગણાવી રહ્યા છે અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતને ખોટી રીતે વગોવી રહયા છે. ખુદ દિલીપ પટેલે ખુદે તા.27/05/2022 ના રોજ અખબારીયાદીમાં એવું જણાવેલ કે જ દિલીપ પટેલ આ તા.29/05/2022 ની મીટીંગમાં હાજર રહેલ નહી અને બાર કાઉન્સીલ ઓફ ઈન્ડિયાના સભ્ય તરીકે સીનીયર વકીલ મનોજભાઈ અનડકટની નિમણૂંક કરતો ઠરાવ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે કરેલ તેની સામે ખોટો વિવાદ છેડી ગુજરાત બાર કાઉન્સીલ ધ્વારા કરવામાં આવેલ આ ઠરાવ રદબાતલ ગણાય તેવી પાયા વિહોણી અફવાઓ સોશ્યલ મીડીયા તેમજ પૈસ મીડીયામાં ફેલાવી સમગ્ર વકીલ આલમને ગેરમાર્ગે દોરેલ છે અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની આબરૂ ખરાય તેવું વખોડવા લાયક વર્તન કરેલ છે. દિલીપ પટેલના કૃત્યને ભાજપ અગ્રણી અને સિનિયર એડવોકેટ અર્જુનભાઈ પટેલ સખત શબ્દોમાં વખોડી કાઢે છે.