સ્વ. ઈન્દુબેન રસિકલાલ અનડકટ પરિવારના સહયોગથી પ્રજાને રાહત અને મોંઘવારીના નવતર વિરોધ સાથે મોંઘા દાટ શાકભાજીનું 50 ટકા રાહત દરે કરાયું વિતરણ
દેશમાં વધતી જતી મોંઘવારી થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે લીંબુ ટમેટા બટેટા ના ભાવ રોજ-બરોજ વધી રહ્યા છે ત્યારે મોંઘવારીથી પીડાતી પ્રજા માટે કોંગ્રેસે અનોખા સેવાયજ્ઞ ના રૂપમાં વિરોધ કાર્યક્રમનું આયોજન કર્યુંહતું મોંઘવારીએ માઝા મૂકી છે, ત્યારે કોંગ્રેસ અગ્રણી ગોપાલભાઈ અનડકટ દ્વારા અનોખા સેવા યજ્ઞ નો પ્રારંભ કર્યોછે સ્વ. ઈન્દુબેન રસિકલાલ અનડકટ પરિવારના સહયોગથી મોંઘાદાટ શાકભાજીનું 50 ટકા રાહત દરે વિતરણ કરવા ના કાર્યક્રમમા હુડકો પોલીસ ચોકી સામે સવારે 9 થી 11 સુધી 1-1 ટન બટેટા ,ટમેટા ,ડુંગળી અને 500 કિ, લીંબુ બજાર ભાવ ના 50% ભાવે વેચવામાં આવયા હતા હુડકો પોલીસ ચોકી સામે સવારે 9થી 11 દરમિયાન યોજાયેલા આ સેવાયજ્ઞ અને મોંઘવારીના નવતર વિરોધના ભાગરૂપે 50ટકા આવે વેચાયેલા શાકભાજી લેવા લોકોએ ભારે ભીડ સર્જી હતી અને જરૂરિયાત મંદ એ તેનો લાભ લીધો હતો આ નવતર કાર્યક્રમ ને સફળ બનાવવા રાજકોટ કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈત્રિવેદી, ભાનુબેન સોરાણી, ગાયત્રીબા વાઘેલા ડોક્ટર હેમાંગભાઈ વસાવડા ઘનશ્યામસિંહ જાડેજા, જાગૃતીબેન ડાંગર જયાબેન ટાંક, જીગ્નેશ ભાઈ જોશી રણજીતભાઈ મુંધવા પ્રહલાદસિંહ જાલા,અશોકસિંહ વાઘેલા ની ટીમ જહેમત ઉઠાવી રહી હતી.