વડાપ્રધાન મોદીની ચાહના એ હદે વધી રહી છે. યુવાનોના મતે સૌથી લોકપ્રિય નેતા તેઓ છે અને બીજી તરફ ઉદ્યોગપતિમાં લોકપ્રિય રતન ટાટા છે. બન્ને દિગજજો પોતાના ક્ષેત્રમાં ટોચ ઉપર છે. જો કે રતન ટાટા ઉદ્યોગપતિ હોવાની સાથે એક સામાજિક સેવક પણ છે. તેઓ દ્વારા અનેકવિધ સંસ્થાઓ ચલાવીને લોકકલ્યાણના કામો કરવામાં આવે છે.
અગ્રણી ક્ધઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની એક્સિસ માય ઇન્ડિયાએ વિવિધ મુદ્દે ગ્રાહકની ધારણા અંગેનાં માસિક એનાલિસિસ ઇન્ડિયા ક્ધઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સના તારણો જારી કર્યા હતા. જૂન મહિનાના અહેવાલમાં ઘર ખર્ચ પર વધતા વ્યાજ દરની અસર અંગે પણ અભિપ્રાય લેવામાં આવ્યો હતો. સૌથી અસરકારક કોર્પોરેટ અને રાજનેતાઓ અંગે યુવાનોનો મત લેવામાં આવ્યો હતો.
યુવાનોનાં મતે ભારતીય ઉદ્યોગપતિ, દાનવીર અને ટાટા સન્સના ભૂતપુર્વ ચેરમેન રતન ટાટાને 28 ટકા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 48 ટકા મતો મળ્યા હતા.
સેન્ટિમેન્ટમાં ટકાવારી વધારામાંથી ટકાવારી ઘટાડાને બાદ કરીને ગણવામાં આવતો નેટ સીએસઆઇ સ્કોર જૂન મહિનામાં ગયા મહિને +12થી ઘટીને +10થયો હતો. આ સેન્ટિમેન્ટ એનાલિસિસમાં 5 સંબંધિત પેટા ભાવાંકોને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા, જેમાં એકંદર ઘર ખર્ચ, આવશ્યક અને અનાવશ્યક ચીજો, હેલ્થકેર પર ખર્ચ, મીડિયા ક્ધઝમ્પશન હેબિટ્સ અને મોબિલિટી ટ્રેન્ડ્સને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
આ મહિનામાં એક્સિસ માય ઇન્ડિયાના સેન્ટિમેન્ટ સર્વેમાં વિવિધ પ્લેટફોર્મ્સ પર મીડિયા ક્ધઝમ્પ્શન ટ્રેન્ડ્સને ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
રિપોર્ટમાં સૌથી અસરકારક કોર્પોરેટ અને રાજકીય યુવા નેતાઓ અંગે ગ્રાહકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. વધતા જતા વ્યાજ દરની અસર ઘર ખર્ચ પર પણ પડે છે એવું ગ્રાહકોનું કહેવું છે.
28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 10613 લોકોની સેમ્પલ સાઇઝ સાથે કમ્પ્યુટર-એઇડેડ-ટેલિફોનિક ઇન્ટરવ્યુ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં 73 % ઉત્તરદાતાઓ ગ્રામીણ ભારતના અને 27 %શહેરોનાં હતા. 65 % ઉત્તરદાતાઓ પુરુષો અને 35 % મહિલાઓ હતી. પ્રાદેશિક ફેલાવાની વાત કરીએ તો, 22 ટકા ઉત્તર ભારતનાં, 24 ટકા પૂર્વ ભારતના, 30 ટકા પશ્ચિમ અને 24 ટકા દક્ષિણ ભારતના હતા. બે બહુમતી સેમ્પલ ગ્રુપ્સમાં 35 ટકા 36થી 50 વર્ષનાં અને 29 ટકા 26થી 35 વર્ષના હતા.