અલગ-અલગ 16 દુકાનોમાં ચેકીંગ, 8 વેપારીઓને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના ભક્તિનગર સર્કલથી 80 ફૂટ રોડ વિસ્તારમાં ખાણીપીણીની 16 દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 12 કિલો વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો અને 8 વેપારીઓને ફૂડ લાઇસન્સ તથા સ્ટોરેજ અંગે નોટિસ ફટકારવામાં આવી હતી.
આજે ચેકીંગ દરમિયાન પટેલ તાવો, આશાપુરા ઊંધીયુ-ચાપડી, હરભોલે પાણીપુરી, શ્રીરામ પાણીપુરી, જય રામનાથ ચાપડી-ઊંધીયુ સહિતના સ્થળેથી અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો જેનું નાશ કરવામાં આવ્યો હતો. પુષ્કરધામ મેઇન રોડ પર 17 જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. 15 નમૂનાનું સ્થળ પર ચેકીંગ કરાયું અને એક પેઢીને નોટિસ આપવામાં આવી છે. રામ ઔર શ્યામ ગોલાવાળાને ફૂડ લાઇસન્સ સંદર્ભે નોટિસ ફટકારવામાં આવી હતી. મનહર પ્લોટ શેરી નં.6 કોર્નર પર મેસર્સ પોપટ મહેન્દ્રભાઇ જમાનાદાસને ત્યાંથી શુદ્વ લુઝ ઘીનો નમૂનો લેવામાં આવ્યો છે.