સ્વામીનારાયણ ગુરુકુળ સંસ્થાનના 75માં અમૃત મહોત્સવ નિમિતે રકતદાન કેમ્પનું આયોજન
દેશમાં કહેવાતા આંકડા મુજબ હજારો કતલખાનાઓમાં રોજના લાખો જીવોને કતલ કરવામાં આવે છે ત્યારે આ કતલ રોકવા માટે અત્ર તત્ર સર્વત્ર જીવદયા પ્રેમીઓ તન,મન, ધન થી મેદાનમાં જજુમે છે. આ જીવદયા પ્રેમીઓ ની કામગીરી તેમજ અબોલ જીવોની વેદનાઓને વાચા આપવા તેમજ માહિતગાર કરવાના સંકલ્પ સાથે ગત વર્ષ માસિક અખબાર સંવેદના અબોલ જીવોની પરમ કૃપાળુ વિશ્ર્વ વંદનીય ભારતીય સંસ્કૃતિક ધર્મ ધરોહર એવી ગૌમાતા ની કૃપાથી તેમજ સંતોમહંતો ના આશીર્વાદ થી શરુ કરેલ
સંન્જલભાઇ મહેતા જેઓ ક્રાઇમ એન્ડ કરપ્સન એસો. ના ગુજરાત રાજય સચિવ તરીકે પણ ફરજ બજાવે છે. દિનેશભાઇ ગુપ્તા કે જેઓ ક્રાઇમ એન્ડ કંટ્રોલ એસો.ના રાષ્ટ્રીય અઘ્યક્ષ તથા શિવસેના ના મહારાષ્ટ્ર રાજયના સચિવ છે. જયારે મેનેજીંગ તંત્રી તરીકે યશભાઇ શાહ કે જેઓ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયનાના ઓફીસર છે. આ સાથે ગુજરાત ના વિવિધ જીલ્લાઓ માં તેમજ તાલુકાઓમાંથી જીવદયા પ્રેમીઓ આ અખબાર સાથે પ્રતિનિધિ તેમજ સલાહકાર તરીકે જોડાયેલા છે.
સ્વામીનારાયણ ગુરુકુળ મુકામે ગુજરાતના તેમજ સેવાકીય કાર્ય સાથે સેકળાયેલા સંસ્થા તેમજ વ્યકિત વિશેષના સન્માનનો ઉત્સવ સંવેદના એવોર્ડ 2022 નું આયોજન તા. 1 જુન 2022 ના રોજ કરવામાં આવેલ છે. સ્વામીનારાયણ ગુરુકુળ સંસ્થાના 75માં અમૃત મહોત્સવ નિમિતે શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ ના સહયોગથી થેલેસેમીયાગ્રસ્ત બાળકો કેન્સર કિડનીના દર્દીઓ તેમજ જરુરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે રકત મળી રહે તેવા શુભ આશયથી રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ સાથે ચક્ષુદાન તેમજ અંગદાન તેમજ જનજાગૃતિ અભિયાન રાખવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં જગતગુરુ સૂર્યાચાર્ય કૃષ્ણદેવનોંદ ગીરીજી મહારાજ, પૂ. શ્રૃત પ્રકાશ સ્વામીજી, સ્વામીનારાયણ ગુરુકુલ સન્સથાન રાજકોટ પ.પૂ. ભકિત સ્વામી, શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી, ગુરુ ગૌ ભકત કાલિદાસજી મહારાજ, ગૌ ભકત હસુભગત, પ.પૂ. મહંત ભોલાગીરી બાપુ ઉર્ધ બાહુ તપસ્વી શિવવાળી આશ્રમ કરજણ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી , રાજય પશુપાલન મંત્રી રાઘવજીભાઇ પટેલ, વજુભાઇ વાળા, રાજ શેખાવતજી, રાજકોટ મેયર ડો. પ્રદીપભાઇ ડવ, રાજકોટ ડે.મેટર ડો. દર્શિતાબેન શાહ, મ્યુનિ. કમિશ્નર અમિત અરોરા, ધારાસભ્ય મનસુખભાઇ ખારચીયા, ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મહામંત્રી ભાજપ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શાસક પક્ષના નેતા વિનુભા ઘવા, મહામંત્રી મનીશભાઇ ચાંગેલા, રાજકોટ જીલ્લા ભાજપ પ્રફુલભાઇ કથરોટિયા, ઉપપ્રમુખ રાજકોટ શહેર રાજકોટ પુષ્કરભાઇ પટેલ સ્ટેન્ડ કમીટી ચેરમેન સહીતના અનેક મહાનુભાવો ઉ5સ્થિત રહેશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેન્જલભાઇ મહેતા, દિનેશભાઇ ગુપ્તા યશભાઇ શાહ, કાર્તિકભાઇ બાવીશી, પ્રવીણભાઇ ગઢવી (રાજભા) મયુરભાઇ ઠકકર, સહિતનાના જહેમત ઉઠાવી રહ્યું છે. વધુ વિગત માટે મો.નં. 80000 30080 પર સંપર્ક કરાવ અખબારી યાદીમાં જણાવાયું છે.
‘સંવેદના’ સંમેલનમાં વકતાઓ લોકજાગૃતિ પ્રસરાવશે
કાલે સાંજે ગુરુકુળ ખાતે સાંજે યોજાયેલા સંવેદના સંમેલનમાં જાણીતા વકતાઓ ગાયત્રી ઉ5ાસક ઘનશ્યામભાઇ ઠકકર જેમણે પ્રથમ કરૂણા સંસ્થા રાજકોટમાં શરુ કરી હતી. આ ઉપરાંત ડો. કિરણ અવાસીયા અને અરૂણ દવે પણ આ સંમેલનમાં પ્રાણી પ્રત્યેના પ્રેમ સાથેની વાતથી જાનજાગૃતિ પ્રસરાવશે. આજે સમાજમાં બનતી હિસાત્મક ઘટના સામે લોકોમાં પ્રેમ, હુંફ, લાગણી સંવેદના કરુણા વધેતેવો મુખ્ય ઉદ્દેશ છે.