રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુલના અમૃત મહોત્સવ ઉપક્રમે યોજાયું વિદ્યાર્થીઓનું સ્નેહમિલન
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલના 75 વર્ષના અમૃત મહોત્સવના ઉપક્રમે ઢેબર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ ગુરૂકુલમાં રાજકોટ ગુરુકૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયેલ હતુ. મહંત સ્વામી દેવ પ્રસાદજીએ કહ્યું હતું કે ગુરૂદેવ શાસ્ત્રીજી મહારાજે પ્રવરતાવેલ વિદ્યા , સદવિધા અને બ્રહ્મવિદ્યાનો માર્ગ ભગવાન સ્વામિનારાયણે પ્રભુ તેલો છે એટલે આજે છે અને ભવિષ્યમાં પણ રહેશે ત્યારે યુગને અનુરૂપ સંસ્કૃતિને જીવંત રાખવી એ આપણી ફરજ છે.
સફળ બિઝનેસમેન અને ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરુભાઈ કોટડીયા તથા શ્રી રાકેશભાઈ દુધાતે બિઝનેસ અંગેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપેલ. જ્યારે ગુજરાત રાજ્યના આઈએએસ કક્ષાના અધિકારી ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધીરુભાઈ કાકડિયાએ ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીના ત્યાગમય જીવનની અને સંતોના આપણા ઉપરના નિ:સ્વાર્થ પ્રેમની વાત વિદ્યાર્થીઓને કરી હતી.
જુનાગઢ સ્વામિનારાયણ ગુરુકુલથી પધારેલા જ્ઞાન સ્વરૂપ દાસજી સ્વામીએ કૃષ્ણ અને સુદામાની સાંદિપની ઋષિના આશ્રમની વાત કરી વિદ્યાર્થીઓએ તેમની જેમ આ ગુસ્કુલમાં બાળપણમાં કરેલ સેવા અને અભ્યાસની યાદ કરાવી હતી. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર હાલના તેમજ નિવૃત્ત થયેલા શિક્ષકોનું સનમાન સંતો તથા વિદ્યાર્થીઓએ હાર તથા શાલ ઓઢાડીને કરેલ હતુ.
શ્રુતિપ્રકાશદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને અરસપરસ બિઝનેસ દ્વારા કનેક્ટ થઇ પોતાના બિઝનેસનો ગ્રોથ વધારવાની પ્રેઝન્ટેશન સાથે સમજૂતી આપેલ હતુ સ્વામી વિરક્તજીવન દાસજીએ ગુરુકુલ સત્યમ , શિવમ અને સુંદરમ કઈ રીતે છે? તેની વાત કરેલ હતુ. વિવિધ બેચના વિદ્યાર્થીઓની સંતો સાથે ગ્રુપ સભાઓ દ્વારા વ્યસન મુક્તિ , બ્લડ ડોનેશન કેમ્પ , સ્વચ્છતા અભિયાન , ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની ખેડૂતોને સમજણ આપવી ,જનમંગલ સ્તોત્રના પુરશ્વરણો વગેરે સામાજિક અને આધ્યાત્મિક સેવાકાર્યો કરવાનું માર્ગદર્શન આપેલ હતુ.
સુરત ગુરુકુળના મહંત શ્રી ધર્મવલ્લભ દાસજી સ્વામીએ અમૃત મહોત્સવ કેવી રીતે ઉજવાશે ? તેની વાત કરતાં કહ્યું હતું કે દિવ્યતા સાથે ગુરુકુલની 75 વર્ષની સંસ્કારિકતા, સામાજિક સેવાકાર્યતાને ઉજાગર કરતો તથા આધ્યાત્મિકતાને પોષણ આપતો આ અમૃત મહોત્સવ હશે.
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સેવા સંકલનનું કાર્ય કરી રહેલા જ્ઞાનજીવનદાસજી સ્વામી ઍ કહ્યું હતું કે વિદ્યાર્થીઓને વિદ્યા સાથે અહીં રહ્યા હોય તે દરમિયાન આધ્યાત્મિકતા અને સંસ્કારિતા જીવનમાં મળી છે એ મોટી મૂડી છે. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી શ્રી ઘનશ્યામ જીવન દાસજી સ્વામી નારાયણ પ્રસાદ દાસજી સ્વામી ભક્તિ વલ્લભ દાસજી સ્વામી પ્રભુ સ્વામી સ્વામી સંત સ્વામી વગેરે સંતો તેમજ અમેરિકાથી અમીશભાઈ પટેલ આફ્રિકાથી મનસુખભાઈ જેસાણી હીરજીભાઈ જેસાણી વગેરે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા.આ પ્રસંગે 161 બોટલ રક્તદાન થયેલું હતુ.