કુલ રૂા.5.06 લાખનો મુદ્રામાલ કબ્જે
દસાડા પોલીસ ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી ત્યારે હાથ ધરવામાં આવેલ બાદ બાતમી રાહે હકીકત મળેલ કે નાવિયાણી ગામ તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર જેના રજી નં જીજે-01-આર એફ-2846 વાળી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી વણોદ ગામથી પસાર થનાર હોય દસાડા પોલીસ સ્ટાફ સાથે વણોદ સીમા હોટલ પાસે વોચમાં ઉભા હતા.
દરમ્યાન એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નાવિયાણી તરફથી આવતા ગાડી ઉભી રાખવા ઇશારો કરતા સ્વીફ્ટ ગાડી ઉભી રાખેલ નહી જેથી સદર ગાડીનો પીછો કરતા સદર ગાડી પુરઝડપે વણોદ ગામમાં ઇન્દીરાપરા વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં ગાડી મુકી આરોપીઓ નાશી ગયેલ જેથી પોલીસ સ્ટાફ દ્વારા આજુબાજુ તપાસ કરતા એક ઇસમ મળી આવેલ જેનુ નામ પુછતા જાવેદહુશેન ઇકબાલહુશેન સૈયદ (ઉ.વ.25), હોવાનુ જણાવેલ સદર ગાડીની અંદર જોતા ગે.કા.પાસ પરમીટ વગર પરપ્રાંતીય ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-348, જેની કી.રૂ.3,00,840 તથા મોબાઇલ નંગ.2, રૂ.5500/- તથા એક સફેદ કલરની મારૂતિ સ્વીફ્ટ ગાડી જેના આરટીઓ રજી.ન- ૠઉં-01-છઋ-2846 વાળી જેની કી.રૂ.2,00,000 મળી કુલ કીં.રૂ.5,06,340/- ના મુદ્દામાલ સાથે આરોપી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.