શનિશ્વર જયંતી એટલે કે વેશાખ વદ અમાસ અને સોમવતી અમાસના વિશેષ સંયોગ નિમિતે રાજકોટના પ્રખ્યાત ચમત્કારીક હનુમાનજીના મંદિરના મહંત ગીરીબાપુ સાથે ખાસ વાતચીત કરેલ અને મહંત ગીરીબાપુએ જણાવેલ કે તેઓ 10 વર્ષથી અહી સેવા પૂજા કરે છે અને આજે ખાસ વિશેષ સંયોગ છે કે શનિજયંતિ અને સોમવતી અમાસ બંને સાથે છે જેથી ભક્તોને આજે સેવા-પૂજા કરવાથી બહુ જ લાભ થાય છે અહી આ મંદિરમાં હનુમાનજી, શનિદેવ અને શંકર ભગવાન ત્રણેય અહિયાં બીરાજ માન છે
આ મંદિર બનાવવાની પ્રેરણા સ્વ.બળવંતસિંહ રાઠોડથી મળી હતી ત્યારબાદ નીરુભા વાઘેલા (વોર્ડ નં.10ના કોર્પોરેટર) બધાને ભેગા મળીને આ મંદિરનું નિર્માણ કર્યું હતું. નીરુભા વાઘેલાએ ખાસ વિશેષ વાતચીતમાં જણાવ્યું હતું કે આ જગ્યા બહુ જ ચમત્કારી અને પવિત્ર છે સાથે જ અહી શનિદેવનું મંદિર છે જેથી અમને નક્કી કર્યું કે અહી દર હનુમાન જયંતિ અને શનિ જયંતીની ઉજવણી કરીએ અને ભાવિકોને પ્રસાદી પણ આપવામાં આવે.
દર વર્ષે 7000થી વધારે લોકોને ભોજનની પ્રસાદી પણ આપવામાં આવે છે. સ્વયંભુ લોકો અને દાતાઓ અહી આવે ત્યારે પારિવારિક ગ્રુપ અને ટ્રસ્ટની સમિતિ સાથે મળીને આ કાર્ય કરીએ છીએ. અહી લોકો સવારે 7 થી રાત્રે મોડે સુધી દર્શન કરવા આવી શકે છે અહી મંદિરના દરવાજા 24 કલાક ખુલ્લા હોય છે, અહી રાજકોટ તથા બહાર ગામથી પણ બહુ જ લોકો દર્શનાર્થે આવે છે
આ મંદિર બનાવવાની પ્રેરણા જેંમને મળેલ એવા સ્વ.બળવંતસિંહ રાઠોડના પુત્ર ગિરિરાજસિંહ રાઠોડએ જણાવેલ કે મારા પિતાશ્રીની પ્રેરણાથી ચમત્કારી હનુમાન અને શનિશ્વર મહાદેવ મંદિરનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને અહીના દાતાઓનો અમે સન્માન સમારંભ પણ રાખેલ છે. અહી વધુને વધુ લોકો અમારી સાથે જોડાય છે આશરે 7000થી વધુ લોકોએ ભોજનનો લાભ લીઘેલ છે અને દર શનિવારે અહી બટુક ભોજન પણ રાખીએ છીએ. ચમત્કારી હનુમાન કમિટી તરફથી જણાવા માંગુ છું કે દર શનિવારે અહી બટુક ભોજન હોય છે તેથી તેનો લાભ લેવો તેવી વિનતિ કરેલ છે. આ મદિરનું નિર્માણ MJM ગ્રૂપ મયુરસિંહ જાડેજાએ કરાવી આપેલ છે તેમનો પણ ટ્રસ્ટ ખૂબ આભાર માને છે.