ગોંડલથી વિરપુર થઇને બપોરે ૩.૩૦ કલાકે ખોડલધામ પહોંચશે ભાઇઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉમટી પડવા પરેશ ધાનાણી, ડો. દિનેશ ચોવટીયા, મિતુલ દોગા, નિલેશ વિરાણીની હાંકલ
કોંગ્રેસ ઉપાઘ્યક્ષ બુધવારે બપોરે કાગવડના ખોડલધામના આંગણે પધારશે અને મા ખોડલના ચરણોમાં માથું ટેકવી પુજા અર્ચના અને વંદના કરશે. નવરાત્રીના પાવન દિવસોમાં માતાજીની આરાધના કરવાની આપણી પ્રાચીન પરંપરાને અનુસરીને માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી આસુરી શકિતનો નાશ કરવા માટેના આશિર્વાદ લેશે. રાહુલ ગાંધીને આવકારવા અને તેમના હાથ વધુ મજબુત કરવા માટે પરેશ ધાનાણી, ડો. દિનેશ ચોવટીયા, મિતલ દોંગા, નિલેશ વિરાણીએ બહોળી સંખ્યામાં ઉમટી પડવા હાંકલ કરી છે. ભારતીય પ્રાચીન પરંપરા મુજબ નવરાત્રીના નવલા દિવસોમાં માતાજીની આરાધના કરવાની પ્રણાલિકા છે. અખીલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધીએ નવરાત્રીમાં નવસર્જન ગુજરાત યાત્રાનો પ્રારંભ કર્યો છે. દ્વારકા દર્શન કર્યા બાદ નવસર્જન ગુજરાત યાત્રા આગળ ધપી રહી છે. ઠેક ઠેકાણે સ્વાગત થઇ રહ્યું છે. મહાનગર અને ગામડે ગામડે ઉમળકાભેર કોંગ્રેસની યાત્રાને આવકાર મળી રહ્યો છે. નવસર્જન ગુજરાતનો અવાજ બુલંદ બની રહ્યો છે.
યુવાનોના હદય સમ્રાટ અને યુવા ભારતના નેતૃત્વ કરનાર કોંગ્રેસ ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધીની ખોડલધામની મુલાકાત ઐતિહાસિક બનશે ખોડલધામના સ્વયંસેવકોની શિસ્ત, સંગઠન અને એકતાનું ઉતમ ઉદાહરણ છે. શિસ્તતા કાબિલેદાદ રહી છે. ત્યારે રાહુલ ગાંધીના આ કાર્યક્રમમાં પણ યુવાનોની કામગીરી યશસ્વી બની રહેશે. અને કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉમટી પડવા અપીલ કરી છે. તેમ પરેશ ધાનાણી, ડો. દિનેશ ચોવટીયા, મિતુલ દોગા, નિલેશ વિરાણીએ નિવેદનના અંતમાં જણાવ્યું છે.