UPSC પરિણામ: ટોપ થ્રિમાં છોકરીઓએ બાજી મારી
685 ઉમેદવારો પાસ થયા: શ્રુતિ શર્માએ ટોપ કર્યું ગુજરાતના 25માંથી છ ઉમેદવારો ક્વોલિફાય થયા
UPSCએ 2021માં લેવાયેલી સિવિલ સર્વિસિસની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. આ વર્ષે પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોમાં પ્રથમ ચાર સ્થાને મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાં દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજ અને ઉંગઞની વિદ્યાર્થિની રહી ચૂકેલી શ્રુતિ શર્માએ ટોપ કર્યું છે. UPSC એ પરિણામ પોતાની વેબસાઈટ પર પણ જાહેર કરી દીધું છે. આ સિવાય અંકિતા અગ્રવાલ બીજા, જેમિની સિંગલા, ઐશ્વર્યા વર્મા ચોથા નંબરે આવી છે.
upscની સિવિલ સર્વિસિસની પ્રિલિમનરી પરીક્ષા 10 ઓક્ટોબર 2021ના રોજ લેવાઈ હતી, જેનું પરિણામ 29 ઓક્ટોબરે જાહેર થઈ ગયું હતું. ત્યારબાદ લેખિત પરીક્ષા 7થી 16 જાન્યુઆરી 2022 દરમિયાન લેવાઈ હતી, જેનું પરિણામ 17 માર્ચ 2022ના રોજ જાહેર કરાયું હતું. લેખિત અથવા મેઈન્સમાં સફળ થનારા ઉમેદવારોના ઈન્ટર્વ્યુ 5 એપ્રિલથી 26 મે સુધી ચાલ્યા હતા, જેનું પરિણામ આજે જાહેર કરી દેવાયું છે.
આ વર્ષે કુલ 685 ઉમેદવારો પાસ થયા છે, જેમને ઈંઅજ, ઈંઙજ તેમજ કેન્દ્ર સરકારમાં ગ્રુપ એ તેમજ ગ્રુપ બીમાં નિમણૂંક આપવામાં આવશે. ઞઙજઈએ જાહેર કરેલી માહિતી અનુસાર, 685 ઉમેદવારોમાંથી 244 જનરલ કેટેગરીના છે જ્યારે 73 ઊઠજ, 203 ઓબીસી, 105 ઉમેદવારો જઈ અને 60 ઉમેદવારો જઝ કેટેગરીના છે. આ વર્ષે જે ઉમેદવારો પાસ થવામાં સફળ રહ્યા છે તેમાંથી 180ને ઈંઅજ, 37ને ઈંઋજ, 200ને ઈંઙજ તરીકે નિમણૂક અપાશે. જ્યારે ગ્રુપ એમાં 242 અને ગ્રુપ બીમાં એપોઈન્ટમેન્ટ અપાશે.
વડોદરાના ડેપ્યુટી કલેક્ટર પણ પાસ
હાલ વડોદરા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવતા જયવીર ગઢવીએ પણ ઞઙજઈની 2021માં લેવાયેલી પરીક્ષા પાસ કરી છે. તેઓ 2021માં જાહેર થયેલા ૠઙજઈના પરિણામમાં પણ ટોપર રહ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર, 25 વર્ષના જયવીર ગઢવીએ બીજી ટ્રાયલમાં આ પરીક્ષા પાસ કરી છે, તેમણે ગુજરાતી મુખ્ય વિષય રાખ્યો હતો.
UPSC અંતિમ પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવું તે જાણો
UPSC ની સત્તાવાર વેબસાઇટ – upsc.gov.in પર લોગ ઇન કરો.
હોમપેજ પર, ‘UPSC સિવિલ સર્વિસિસ પરિણામ 2021 – અંતિમ પરિણામ’ પર ક્લિક કરો.
પસંદ કરેલ ઉમેદવારોની વિગતો સાથે પીડીએફ ફાઇલ પ્રદર્શિત કરવામાં આવશે.
તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.